GSTV
Trending World

ચીનના લેફ્ટિનેન્ટ જનરલ હે લી : કોઈપણ દેશ કોઈપણ બેજવાબદાર નિવેદનને સ્વીકારશે નહીં

ચીનના લેફ્ટિનેન્ટ જનરલ હે લીએ અમેરિકાની ટીપ્પણીનો જવાબ આપ્યો છે. અમેરિકા દ્વારા સાઉથ ચાઈના સીમાં સૈન્ય નિર્માણને લઈને વિવાદીત નિવેદન મામલે ચીના લેફ્ટિનેન્ટ જનરલ હે લીએ સિંગાપુરના શાંગરીલા ડાયલોગમાં કહ્યુ છે કે કોઈપણ દેશ કોઈપણ બેજવાબદાર નિવેદનને સ્વીકારશે નહીં.

અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે સાઉથ ચાઈના સીમાં ચીન પોતાનો પ્રભાવ વધારી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. મેટિસે કહ્યુ હતુ કે ચીન પોતાના પાડોશીઓને ડરાવવા માટે વિવાદીત વિસ્તારમાં સૈન્ય નિર્માણ કરી રહ્યું છે.

ચીનના લેફ્ટિનેન્ટ જનરલ હે લીએ કહ્યુ છે કે ચીન દ્વારા ઉઠાવવામાં આવેલું પગલું તેની આત્મરક્ષા માટે છે. જનરલે કહ્યું છે કે આ તેનાતી અન્યો દ્વારા હુમલો કરવાથી બચવાના ઉદ્દેશ્યથી કરાઈ છે. તમે તમારા ક્ષેત્રમાં સેના અને હથિયારોની તેનાતી કરી શકો છો.

Related posts

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk

નાનીમાં પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે રાખો હૃદયની સંભાળ

Akib Chhipa

નાસાનું ઓરિયન કેપ્સ્યુલ પહોંચ્યું ચંદ્રની ભ્રમણકક્ષામાં, 11 ડિસેમ્બરે પૃથ્વી પર ફરશે પાછું

GSTV Web Desk
GSTV