GSTV

ડ્રેગનનો ડોળો: ચીનની જમીન પર કબજો કરવાની ભૂખ મટતી જ નથી, ડ્રેગનની દ.ચીન સાગરમાં ગતિવિધિ જોખમી

Last Updated on July 27, 2021 by pratik shah

ડ્રેગનનો ડોળો હવે સમુદ્ર પર છે, દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધી રહેલી ગતિવિધિ અન્ય દેશની નૌસેના માટે ખતરો પેદા થયો છે. કૃત્રિમ ટાપુ પર હથિયાર તૈનાત કરી કોઈપણ પ્રકારના યુદ્ધ વગર સમુદ્રની સંપતિનું દોહન કરી કહ્યુ છે. કેમ કે, ચીનની જમીન પર કબજો કરવાની ભૂખ મટતી નથી.

અગ્નિ એશિયાથી લઇને પેસિફિક મહાસાગરના પશ્ચિમ છેડા વચ્ચે પથરાયેલો સમુદ્ર સાઉથ ચાઇના સી તરીકે ઓળખાય છે. આ સમુદ્રી વિસ્તાર ઉપર ચીન વર્ષોથી પોતાનો દાવો કરતું આવ્યું છે. આશરે ૩૫ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ સમુદ્રમાં અનેક નાના ટાપુઓ આવેલા છે જે ટાપુસમૂહ તરીકે ઓળખાય છે. ચીનની ચાલાકી બાદ અમેરિકાએ જણાવ્યુ કે, ચીને સ્થાયી રૂપે યુદ્ધ વિમાનને ટાપુ પર તૈનાત કર્યા છે.

  • ચીનની દક્ષિણ ચીન સાગરમાં ગતિવિધિ જોખમી
  • ચીનનું સૈન્ય તાકાતના આધારે દક્ષિણ સાગરમાં પોતાની તાકાતનું પ્રદર્શન
  • ચીને હથિયારના જોરે કોઈપણ પ્રકારના યુદ્ધ વગર સમુદ્રની સંપતિનું દોહન કર્યું

ચીનની આ ગતિવિધિ એવું દર્શાવે છે કે, ચીન નિયમિત રીતે કૃત્રિમ ટાપુ પર હવાઈ સર્વેક્ષણ અને સંચાલન કરી રહ્યુ છે. જેથી આ ટાપુ પાસેથી પસાર થનાર અન્ય દેશની નૌસેના માટે ખતરો વધશે. આ પહેલા જાપાનની સરકારે 2020માં શ્વેત પત્રમાં જણાવ્યુ હતુ કે, ચીન સ્થાનિક સમુદ્ર વિસ્તારમાં પોતાનો દાવો મજબૂત કરી રહ્યુ છે. ચીન પોતાનો પ્રભાવ અને વર્ચસ્વ વધારવા માટે કોરોના મહામારીનો પણ ઉપયોગ કરી રહ્યુ છે.

  • ચીને સ્થાયી રૂપે યુદ્ધ વિમાનને ટાપુ પર તૈનાત કર્યા
  • ચીન નિયમિત રીતે કૃત્રિમ ટાપુ પર હવાઈ સર્વેક્ષણ અને સંચાલન કરી રહ્યુ છે
  • ટાપુ પાસેથી પસાર થનાર અન્ય દેશની નૌસેના માટે ખતરો વધશે
  • ચીન સ્થાનિક સમુદ્ર વિસ્તારમાં પોતાનો દાવો મજબૂત કરી રહ્યુ છે
  • પોતાનો પ્રભાવ અને વર્ચસ્વ વધારવા માટે કોરોના મહામારીનો પણ ઉપયોગ

ઓસ્ટ્રેલિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ અફેયર્સના રાષ્ટ્રીય કાર્યકારી નિદેશક ડોક્ટર બ્રાયસે જણાવ્યુ કે, ચીનની દક્ષિણ ચીન સાગરમાં ગતિવિધિ જોખમી છે. ચીન સૈન્ય તાકાતના આધારે દક્ષિણ સાગરમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યુ છે. ચીન હથિયારના જોરે કોઈપણ પ્રકારના યુદ્ધ વગર સમુદ્રની સંપતિનું દોહન કરી કહ્યુ છે. સાઉથ ચાઇના સમુદ્રમાં બધાં દેશોનો ખાસ રસ હોવાનું કારણ એ છે કે, આ વિસ્તાર દુનિયાના અતિમહત્ત્વનો ગણાતો વેપારમાર્ગ છે. દર વર્ષે આશરે પાંચ હજાર અબજ ડોલરના માલસામાનની હેરફેર સાઉથ ચાઇના સી મારફતે થાય છે. વળી આ વિસ્તારમાં ગેસ અને તેલના મોટા ભંડારો ધરબાયેલા હોવાની સંભાવના પણ છે.

દક્ષિણ ચીન સાગર અને પૂર્વી ચીન સાગરના નિર્જન ટાપુ પર ચીન સૈન્ય ઠેકાણાનો વિકાસ કરી રહ્યુ છે. આ સાથે ચીનની જમીન પર કબજો કરવાની ભૂખના કારણે બ્રુનેઈ, મલેશિયા, ફિલીપાઈન્સ અને તાઈવાન સાથે પણ વિવાદ છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!