GSTV

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હર્શલ ગિબ્સે જય શાહ પર લગાવ્યો ધમકાવાનો આરોપ, ભારતમાં નહીં થવા દે એન્ટર

Last Updated on August 1, 2021 by Pravin Makwana

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્શલ ગિબ્સે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવુ છે કે, બીસીસીઆઈ સચિવ જય શાહે તેમને ધમકી આપી છે કે જો તે કાશ્મીર પ્રીમિયર લીગમાં ભાગ લેશે તો તેને ભવિષ્યમાં ભારતમાં કોઈ પણ પ્રકારની ક્રિકેટ ગતિવિધિમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હર્શલ ગિબ્સને જય શાહનો મેસેજ દક્ષિણ આફ્રિકાના હાલના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ગ્રીમ સ્મિથ દ્વારા મળ્યા હતો. હર્શલ ગિબ્સે બીસીસીઆઈ તરફથી મળેલી કથિત ધમકીને લઈને એક ટ્વીટ પણ કર્યું હતું. ટ્વિટમાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સાથે પોતાની રાજનીતિ એજન્ડાના સમીકરણમાં લાવવા અને મને કશ્મીર પ્રીમિયર લીગમાં રમતો રોકવા માટે બીસીસીઆઈ ખૂબ પ્રયત્નો કરી રહી છે. તેની જરૂર નથી. બીસીસીઆઈએ મને ધમકાવતા કહ્યુ છે કે, તે મને ક્રિકેટ સાથે જોડાયેલા કોઈ પણ કામ માટે ભારતમાં પ્રવેશ કરવા દેશે નહીં. આ વલણ ઉટપટાંગ છે.

હર્શલ ગિબ્સના ટ્વીટ બાદ સો. મીડિયા પર લોકોએ તેને બરાબરની સંભળાવી દીધી હતી. લોકો કહી રહ્યા છે કે, કેપીએલનું આયોજન ભારતની ધરતી પર થઈ રહ્યુ છે. તું કહે છે કે બીસીસીઆઈ રાજનીતિકરણ કરી રહ્યુ છે. આ રાજનીતિ નથી. અમારા માટે દેશ અને ગૌરવથી વધારે કંઈ મોટુ નથી.

READ ALSO

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!