GSTV
Gujarat Government Advertisement

કોરોના પ્રભાવિત આ દેશમાં ક્રિકેટનો પ્રારંભ થઈ રહ્યો છે, આ રીતે રમાશે મેચ

ક્રિકેટ

Last Updated on June 12, 2020 by Bansari

કોરોનાથી લગભગ કોઈ દેશ બચ્યો નથી તો આ મહામારીને કારણે વિશ્વભરમાં તમામ રમતો સ્થગિત થઈ ગઈ છે જેમાં ક્રિકેટનો પણ સમાવેશ થાય છે. હવે સાઉથ આફ્રિકામાં ક્રિકેટનો પ્રારંભ થઈ રહ્યો છે. સેન્ચુરિયનના મેદાન પર સાઉથ આફ્રિકાના મોખરાના ખેલાડીઓ પ્રેક્ષકો વિના ખાલી સ્ટેડિયમમાં ત્રણ મેચો રમશે અને એ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ પણ કરાશે.

ક્રિકેટર

ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચ

સાઉથ આફ્રિકન ક્રિકેટર્સ માર્ચ મહિનાથી તેમના ઘરમાં પૂરાઈ રહ્યા છે. ત્યાં પણ ક્રિકેટ બંધ થઈ ગયું છે. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડના કાર્યકારી સીઇઓ જેક્સ ફાઉલે જણાવ્યું હતું કે 27મી જૂને રમાનારી મેચ ફેસ્ટિવલ મેચ હશે. સરકારની મંજૂરીથી આ મેચ પ્રેક્ષકો વિના જ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.

આ મેચ માટે આકરા નિયમો લાદવામાં આવ્યા છે. સ્ટેડિયમ ખાલી રહેશે અને બને તેટલો ઓછો સ્ટાફ રહેશે. મેચ અગાઉ ત્રણ દિવસ સુધી ખેલાડીઓ બાયોલોજીક સુરક્ષિત વાતાવરણમાં રહેશે. સેન્ચુરિયન આવતા અગાઉ તેમના ટેસ્ટ કરાશે અને પાંચ દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!