GSTV

દુનિયાનું ખતરનાક સરોવર, જેનું પાણી અથવા છોડ સાથે લેવાથી બને છે આ ઘટના

દુનિયામાં એવા ખતરનાક સરોવર છે, જેનું રહસ્ય આજ સુધી કોઈ નથી જાણી શક્યું. એવું જ એક ખતરનાક સરોવર દક્ષિણ આફ્રીકાના લિંપોપો પ્રાંતમાં છે. જેને ફુન્દુજી સરોવરના નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે સરોવરનું પાણી જે પણ પીવે છે તે જીવત રહેતું નથી.

જલદી જ તેની મૃત્યુ થઈ જાય છે. સ્થાનિક લોકો કહે છે કે પ્રાચીન સમયમાં અહીંથી પસાર થઈ રહેલા એક કોઢીને રહેતા રહેવાસીએ જમવાનું આપવાની અને આશ્રય આપવાની ના પાડી દીધી હતી, ત્યાર બાદ તે તેમને શ્રાપ આપીને સરોવરમાં ગયો અને ગાયબ થઈ ગયો.

કહેવાય છે કે સરોવરની અંદર સવાર-સવારમાં ડ્રમ વગાવનો અવાજ, જોનવરો અને લોકોની બૂમો સંભળાય છે. સ્થાનીક લોકો એ પણ જણાવે છે કે આ સરોવરની રક્ષા પહાડ પર રહેનારો એક વિશાળ અજગર કરે છે. જેને પ્રસન્ન કરવા માટે દર વર્ષે વેંદા આદિવાસી એક નૃત્ય ઉત્સવનું આયોજન કરે છે, જેમાં કુંવારી છોકરીઓ નાચે છે.

આ સરોવરનો ઉદ્ધભવ પ્રાચીન સમયમાં ભૂસ્ખલનના કારણે મુટાલી નદીનું વહેણ રોકાઈ ગયું હતું તેથી થયો છે. હવે રહસ્ય અકબંધ છે કે આ નદીનું પાણી બિલકુલ સાફ છે, તો પછી એમાં તો એવું શું છે કે પાણી પીને લોકો મરી જાય છે. પાણીનું રહસ્ય જાણવા માટે ઘણી વાર કોશિશ કરવામાં આવી પરંતુ શોધ કરનારા લોકો નિષ્ફળ રહ્યા છે.

કહેવાય છે કે 1946માં આ સરોવરના પાણીનું સત્ય જાણવા માટે એન્ડી લેવિન નામનો વ્યક્તિ આવ્યો હતો. તેને ત્યાંથી થોડું પાણી અને છોડ લીધા અને જતો રહ્યો, પરંતુ અચાનક તે રસ્તો ભૂલી ગયો. એવું તેની સાથે ઘણી વાર થયું. ત્યાર બાદ તેને પાણી અને છોડ ફેંકી દીધા, પછી તેને સાચો રસ્તો મળ્યો. જોકે એક વીક પછી જ તે મરી ગયો. આ સરોવરનું પાણી આજે પણ લોકો માટે રહસ્ય બનેલું છે.

Read Also

Related posts

નિવૃત્ત થનાર સૌથી વૃદ્ધ રેલવે ગાર્ડ 100 વર્ષના થયા, રેલવે અધિકારીઓએ આ ખાસ ભેટ આપીને જન્મદિવસ બનાવી દીધો વધુ ખાસ

Bansari

સાયકલ પર દુનિયાની પ્રકૃતિને માળી રહ્યો છે આ શખ્સ, આટલા દેશની કરી ચૂક્યો છે યાત્રા

Ankita Trada

ભૂલથી ચામાં નાખી દીધી ભુકીના બદલે કિટનાશક દવા, પતિ-પત્નિ બંનેના થયાં મોત, દિકરો બચી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!