GSTV

સ્વાસ્થ્ય મંત્રીનું શરમજનક નિવેદન/ છોકરીઓએ પોતાના પગ બંધ રાખવા જોઈએ અને પોતાની બુકને ખુલ્લી રાખવી જોઈએ

Last Updated on January 15, 2022 by Pravin Makwana

દક્ષિણ આફ્રિકાના લિમ્પોપો પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી પોફી રામાથુબા એક સ્કૂલ દરમિયાન પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવી ગયા છે. તેમણે શાળાની મુલાકાત દરમિયાન પ્રોત્સાહન આપ્યું હતું કે, છોકરીઓએ તેમના પુસ્તકો ખોલવા જોઈએ અને તેમના પગ બંધ રાખવા જોઈએ.

રામાથુબાના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. યુઝર્સ પૂછી રહ્યા છે કે, આવું નિવેદન માત્ર છોકરીઓ વિશે જ કેમ આપવામાં આવ્યું ? જો કે, જ્યારે પ્રશ્ન થયો ત્યારે રામાથુબાએ પોતાનો બચાવ કર્યો અને કહ્યું કે આ વાત છોકરાઓ માટે પણ છે.

રામાથુબા નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે, બુધવારે સેકગાકગાપેંગની ગ્વિનેન માધ્યમિક શાળામાં પહોંચ્યા. તેમની મુલાકાતનો એક ધ્યેય કિશોરોમાં વધતા ગર્ભાવસ્થાના દરને ઘટાડવાનો સંદેશ આપવાનો હતો.

દક્ષિણ આફ્રિકાના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

રામાથુબાએ કહ્યું, ‘હું વિદ્યાર્થિનીઓને કહું છું, તમારા પુસ્તકો ખોલો, અને તમારા પગ બંધ રાખો. તમારા પગ ખોલશો નહીં, તમારા પુસ્તકો ખોલો. ખુબ ખુબ આભાર.’ તેણે વધુમાં કહ્યું કે છોકરીઓને મોટી ઉંમરના લોકો સ્માર્ટફોન અને અન્ય વસ્તુઓની લાલચ આપે છે.

રામાથુબાના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા બાદ વિવાદ છેડાયો હતો. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘બાળકો સાથે દુર્વ્યવહાર, સેક્સ અને સંમતિ વિશે વાત કરવાની આ યોગ્ય રીત નથી.’

વિપક્ષના નેતા સિવીવ ગ્વારુબેએ રામાથુબેની ટિપ્પણીને ” સમસ્યારૂપ” ગણાવી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, ‘આ વિદ્યાર્થીઓ સાથે સંમતિ વિશે અર્થપૂર્ણ વાતચીત કરવાની આ એક તક હતી… તેના બદલે તમે દોષારોપણ કરવાનું શરૂ કરો. છોકરીઓ પર અયોગ્ય દબાણ ન કરો.

રામાથુબેએ સ્પષ્ટતા કરી

તે જ સમયે, વિવાદ પછી, રામાથુબાએ દક્ષિણ આફ્રિકાની ન્યૂઝ સાઇટને કહ્યું કે, તેમના નિવેદનને સંદર્ભની બહાર લેવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે તેણે છોકરાઓને લઈને પણ સલાહ આપી હતી.

તેણે કહ્યું, ‘મેં છોકરાઓને કહ્યું કે તેઓ તેમના ભણતર પર ધ્યાન આપે અને છોકરીઓ સાથે ન સૂવે.’ તેણે કહ્યું કે લિમ્પોપોમાં તેના સંદેશની પ્રશંસા થઈ રહી છે. રામથુબેએ કહ્યું, ‘તેઓ એમ પણ કહેતા હતા કે તેઓ આ વાતો કહેતા ડરતા હતા.

નોંધપાત્ર રીતે, દક્ષિણ આફ્રિકામાં, સરકારી આંકડા દર્શાવે છે કે 2020 માં, 17 વર્ષથી ઓછી વયની લગભગ 33,400 છોકરીઓ માતા બની હતી.

READ ALSO

Related posts

Free Ration News : મફત અનાજ મેળવવા બસ કરો આ કામ, સરકારે ગરીબોને આપી રાહત

Vishvesh Dave

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana

ખુશખબર / તુરંત કરી લો આ નંબર સેવ, ફક્ત એક જ કોલ પર થઇ જશે SBI સાથે જોડાયેલા તમામ કામ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!