GSTV

વધુ એક આફત / દક્ષિણ આફ્રિકામાં મળ્યુ કોરોનાનું નવું વેરિઅન્ટ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

કોરોના

Last Updated on November 25, 2021 by Zainul Ansari

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ગુરૂવારે કોવિડ-19ના સંબંધમાં નવી જાણકારી આપતા જણાવ્યું કે તેમને મલ્ટીપલ મ્યૂટેશન ક્ષમતાવાળા એક નવા કોવિડ વેરિએન્ટ અંગે જાણકારી મળી છે. દક્ષિણ આફ્રિકામાં વધેલા કેસો પછી આ વેરિઅન્ટની જાણ થઈ હતી. વાયરોલોજિસ્ટ ટ્યૂલિયો ડી ઓલિવેરાએ એક પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કરી જણાવ્યું કે દુર્ભાગ્યે અમે એક નવો વેરિઅન્ટ શોધી કાઢ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં વધતા સંક્રમણનું મુખ્ય કારણ છે.

કોરોના

તેમણે વધુમાં જાણકારી આપતા જણાવ્યું કે આ વેરિઅન્ટ સાઇન્ટિફિક લીનિએજ નંબર B.1.1.1.529 ના નામથી ઓળખવામાં આવે છે. આ વેરિઅન્ટમાં ખૂબ જ વધારે મ્યૂટેશન હોય છે. આ વેરિઅન્ટ બોત્સવાના અને હોંગકોંગમાં દક્ષિણ આફ્રિકાથી ગયેલા મુસાફરોની કોવિડ તપાસમાં પણ મળ્યો છે.

દક્ષિણ આફ્રિકાના આરોગ્ય મંત્રી મુજબ આ વેરિઅન્ટ આપણા માટે ચિંતાનું મુખ્ય કારણ છે અને સંક્રમણમાં તાજેતરના ઝડપી વધારાનું મુખ્ય પરિબળ છે. નોંધપાત્ર રીતે આ મહિનાની શરૂઆતમાં દરરોજ લગભગ 100 કેસની તુલનામાં બુધવારે દરરોજ સંક્રમણના કેસોની સંખ્યા વધીને 1,200થી વધુ થઈ ગઈ છે.

દક્ષિણ આફ્રિકાએ ગયા વર્ષે કોવિડનું બીટા વર્ઝન શોધી કાઢ્યું હતું. જો કે અત્યાર સુધી મળેલા સંક્રમણમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસ વધુ જોવા મળ્યા છે. વાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ સૌપ્રથમ ભારતમાં મળી આવ્યો હતો. તાજેતરમાં આફ્રિકન ખંડમાં કોવિડના સૌથી વધુ કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળી રહ્યા છે.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત/ ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે

Pravin Makwana

મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Makwana

Big News/ આ દેશોમાંથી ગુજરાત આવી રહેલા લોકો માટે RTPCR ફરજિયાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!