વિશ્વને સૌથી વધારે મિસ વર્લ્ડ આપનારો આ દેશ હવે ફસાયો મુશ્કેલીમાં!

વેનેઝુએલામાં પાવર પુરવઠો ઠપ થવાની અસર ઑઈલ એક્સપોર્ટ પર પડી રહી છે. ગયા અઠવાડિયે જાહેર બ્લેકઆઉટના કારણે સરકારી ઑઈલ કંપની PDVSA પ્રાઈમરી પોર્ટ પરથી ક્રૂડ એક્સપોર્ટ કરી શકતી નથી.

મહત્વનું છે કે અમેરીકાએ વેનેઝૂએલામાં હાલમાં સર્જાયેલું રાજકીય સંકટને જોઈને તેના પર અમૂક પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. અહીં જણાવવાનું કે વેનેઝુએલા એવો દેશ છે, જેણે દુનિયાને સૌથી વધારે સુંદર યુવતીઓ આપી છે. આ દેશમાંથી 6 મિસ વર્લ્ડ, 7 મિસ યુનિવર્સ, 6 મિસ ઈન્ટરનેશનલ અને 2 મિસ અર્થ બની છે.

સૂત્રો મુજબ, સરકારી ઑઈલ કંપની PDVSAએ જોસ પોર્ટ પર પાવર સપ્લાયને પુન: સ્થાપિત કરવા માટે આકસ્મિક પ્લાન બનાવ્યો છે. એન્જોઅતેગુઈ, જ્યાં પોર્ટ સ્થિત છે, ત્યાં શુક્રવારથી આતંરીક વિજળી છે. એક અન્ય સૂત્રએ કહ્યું, બ્લેકઆઉટ બાદ આ સંપૂર્ણ રીતે રોકાયેલુ છે. આ જોસના ઑઈલ સ્થાપનોને પ્રભાવિત કરી રહ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું વિજળી સપ્લાય કરવી ખૂબ મોંઘો કરાર અને તેના માટે પાવર લાઈનને બદલવાની જરૂર પડશે. જોકે, PDVSAએ તેના પર ટિપ્પણી કરી નથી.

રિફિનિટિવ ઈકૉન ડેટા મુજબ, 7 માર્ચથી જોસ પોર્ટ પરથી એક પણ ઑઈલ ટેન્કર્સ એક્સપોર્ટ થયુ નથી. શનિવારે ઘરેલુ પોર્ટસ પર અમૂક શિપમેન્ટ હતાં, જ્યારે થોડા સમય માટે વિજળી આવી હતી, પરંતુ રવિવારથી એક વખત ફરીથી બ્લેકઆઉટના કારણે પરીચાલન બંધ છે.

પાવર આઉટરેજે અન્જોએગેટુઈમાં પ્યૂર્ટો લા ક્રૂજ રિફાઈનરીને પણ પ્રભાવિત કરી છે, જે પહેલાથી જ ન્યૂનત્તમ સ્તરો પર ચાલી રહી હતી. દેશના ઑરિનોકો બેલ્ટમાં 7,00,000 બેરલ પ્રતિ દિવસ તેલ એક્સપોર્ટ ગ્રેડ માટે બદલી શકાય છે. પરંતુ વિજળીની તંગીને કારણે આ ન્યૂનત્તમ સ્તર પર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter