GSTV
Gujarat Government Advertisement

એંજિયોપ્લાસ્ટી બાદ સૌરવ ગાંગુલીની તબિયત સ્થિર, આ દિવસે મળશે હોસ્પીટલમાંથી રજા

IPL

Last Updated on January 3, 2021 by Ankita Trada

કોલકાતાના વુડલેન્ડ હોસ્પીટલના ડૉક્ટરે BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તાજેતરનું મેડિકલ બુલેટિન જાહેર કર્યુ છે. આજે સવારે જાહેર કરવામાં આવેલ મેડિકલ બુલેટિનના મત પ્રમાણે સૌરવ ગાંગુલીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કાલે 3 વાગ્યે લગભગ તેમના ર્હદયનું નાનું એવુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.

સૌરવ ગાંગુલીના ત્રણ આર્ટરીમાં બ્લોકેજ

કોલકાતાના વુડલેન્ડ હોસ્પીટલમાં ડૉ. સરોજ મંડલ, ડૉ સૌતિક પંડા અને ડૉ. સપ્તર્ષિ બાસુ 48 વર્ષીય ગાંગુલીની સારવાર કરી રહ્યા છે. ડૉક્ટરોને મળી આવ્યુ છે કે, સૌરવ ગાંગુલીના ત્રણ આર્ટરીમાં બ્લોકેજ છે. શનિવારે ડૉક્ટરોએ સૌરવ ગાંગુલીની Right coronary artery માં સ્ટેટ લગાવ્યો છે. આ સમયે સૌરવ ડૉક્ટરોની નજર હેઠળમાં છે.

ટેકનીકનો વપરાશ કરવામાં આવ્યો

ડૉક્ટરોએ કહ્યું કે, સૌરવની શનિવારે 3 વાગ્યે oronary Angiography કરવામાં આવી હતી. તેમણે ત્રણ આર્ટરીમાં સમસ્યા હતી. ડૉક્ટરોએ કહ્યું કે, તેમના RCA એટલે કે, oronary Angiography માં સ્ટેંટ નાખવામાં આવ્યા છે. તે માટે Radial route ટેકનીકનો વપરાશ કરવામાં આવ્યો છે. હોસ્પીટલના ડૉક્ટરોનું કહેવું છે કે, LAD એટલે કે, Left anterior descending artery અને Obtuse marginal artery ના ફંક્શન પર અત્યારે પણ તેમની નજર છે.

સૌરવ ગાંગુલી ઊંઘમાં હતા

ડૉક્ટરોને જણાવ્યુ તે, મેડિકલ બુલેટિન તૈયાર કરતા સમયે સૌરવ ગાંગુલી ઊંઘમાં હતા. તેમની બોડીના બધા પેરામીટર નોર્મલ છે. આજે પણ ડૉક્ટર તેમની ECG કરશે. હોસ્પીટલે કહ્યુ કે, સૌરવ ગાંગુલી હાલમાં ડૉક્ટરોની ઊંડી દેખરેખ હેઠળ છે અને જરૂરિયાત પ્રમાણે તેમની સારવાર કરવામાં આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta

કોરિડોર / ભારતીય સેના હવે કોઈ પણ ઇમરજન્સી માટે તૈયાર, 50 હજાર જવાનો ખડકી આ કર્યો સફળ પ્રયોગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!