GSTV
Gujarat Government Advertisement

BCCI માં સૌરવ ગાંગુલીની ટીમને એક વર્ષ પૂર્ણ, પરંતુ IPL સિવાય કોઈ સફળતા નામે નહી

Last Updated on October 24, 2020 by Mansi Patel

સૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈની ટીમે પોતાનો એક વર્ષ પુર્ણ કર્યું છે. આઈપીએલની 13મી સીઝનનું આયોજન સિવાય સૌરવ ગાંગુલીની ટીમ એક વર્ષમાં કોઈ સફળતા મેળવી શકી નથી. સૌરવ ગાંગુલીનો કાર્યકાળ અસરદાર સાબિત નહીં થવાની મોટું કારણ કોરોના વાયરસ મહામારી છે.

33 મહિના બાદ સીઓઈ પાસેથી લીધુ હતું હાથમાં કામ

સૌરવ ગાંગુલી સહિત તેની ટીમના ચારેય અધિકારીઓની પસંદગી સર્વસમ્મતિથી થઈ હતી. આ ટીમે સુપ્રિમ કોર્ટ દ્વારા રચના કરવામાં આવેલી પ્રશાસકોની સમિતિ(સીઓઈ) પાસેથી 33 મહિના બાદ કામ પોતાના હાથમાં લીધુ છે. માર્ચની શરૂઆતમાં બીસીસીઆઈનું કામકાજ લગભગ સમગ્ર રીતે થંભી ગયું હતું. સૌરવ ગાંગુલી અધ્યક્ષના રૂપમાં કોઈ પણ પ્રકારે યુએઈમાં આઈપીએલની 13મી સીઝનનું આયોજન કરવામાં સફળ રહ્યાં. પરંતુ ફેબ્રુઆરી બાદથી અત્યારસુધીમાં ટીમ ઈન્ડિયા ઈન્ટરનેશનલલ ક્રિકેટ કે ડોમેસ્ટિક ક્રિકેટ રમી નથી.

ડોમેસ્ટિક ક્રિકેટ ઠપ્પ

બીસીસીઆઈએ જાન્યુઆરી 2021માં ડોમેસ્ટિક ક્રિકેટમાં પરત ફરે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે. એક રાજ્ય સંઘના અધ્યક્ષે કહ્યું છે કે, તમામ અધિકારી બીસીસીઆઈમાં નવા હતા. ઈમાનદારીથી કહું તો વધારે સમય નથી મળ્યો. ત્યાં સેટલ થતા પહેલા જ કોવિડે બધુ રોકી દીધું. પ્રાથમિકતા આઈપીએલને બચાવવાની હતી. જે તેણે કરી. આઈપીએલ શરૂ છે અને પૈસા આવી રહ્યાં છે. તેણે કહ્યું કે, પરંતુ તે વધારે ગતિવિધિ કરી શક્યાં નહીં. જેવી રીતે કે કોવિડના કારણે ડોમેસ્ટિક ક્રિકેટનું આયોજન. સાથે ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ છે તો અમને આશા હતી કે તે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં નવા સ્વરૂપને લાવશે.

માત્ર 9 મહિનાનો જ હતો કાર્યકાળ

તો પૂર્વોત્તર રાજ્ય બીસીસીઆઈથી દુઃખી છે. કારણ કે, તેને તેમના ભાગનું ફંડ નથી મળ્યું. પૂર્વોત્તર રાજ્યોમાં બીસીસીઆઈના મુદ્દાઓ ઉપર ધ્યાન દેવા માટે અને તેનું નિરાકરણ લાવવાની જરૂરત છે. જણાવી દઈએ કે, અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ 9 મહિનાનો જ હતો. પરંતુ કાર્યકાળ વધારવા સાથે જોડાયેલી એક અરજીમાં સુપ્રિમ કોર્ટમાં વિલંબ થવાના કારણે સૌરવ ગાંગુલી હજુ સુધી અધ્યક્ષના પદ ઉપર રહ્યાં છે.

Gujarat Government Advertisement

Related posts

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel

વસુંધરા ભારે પડશે/ રાજસ્થાનમાં એકલા કોંગ્રેસમાં નહીં ભાજપમાં પણ ડખો, દિલ્હીથી અરૂણ સિંહને દોડાવવા પડયા

Bansari

OMG! એટીએમમાંથી 1400 રૂપિયા ઉપાડવા ગઈ મહિલા, બેલેન્સ ચેક કરતા ખબર પડી અબજો રૂપિયા પડ્યા છે અકાઉન્ટમાં

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!