GSTV

‘અડધી રાતે બેટિંગ કરી રહ્યો હતો સચિન, બીજા દિવસે સિડનીમાં ફટકારી સેન્ચુરી’ ગાંગુલીએ શેર કર્યો રોચક કિસ્સો

સચિન

Last Updated on September 10, 2020 by

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીની ગણતરી વિશ્વના સૌથી લોકપ્રિય અને સફળ કેપ્ટનમાં થતી હતી. સૌરવ ગાંગુલી 424 ઇન્ટરનેશનલ મેચ રમ્યા હતા જેમાં તેણે 18575 રન ફટકારવા ઉપરાંત 132 વિકેટ પણ લીધી હતી. તેણે સચિન તેંડુલકર સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. સચિન સાથે તેની ઘણી યાદો સંકળાયેલી છે. એક વિશેષ મુલાકાતમાં તેણે આ વાત કરી હતી. ક્રિકેટ પ્રત્યે સચિનના જુસ્સા અને ઝનૂન અંગેની એક વાત કરી હતી.

ગાંગુલીએ જણાવ્યો આ કિસ્સો

ગાંગુલીએ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં સચિને તેના બેટથી જ રન ફટકાર્યા હતા. વચ્ચે વચ્ચે તે નિષ્ફળ રહે અને રન બને નહીં ત્યારે એ બેટ શોધતો હતો. મારા કિટબેગમાં તે બેટ પડ્યું રહેતું હતું. હુ હેવી બેટ વાપરતો હતો. 1992માં સિડનીમાં અમે રૂમ પાર્ટનર હતા. હું રમતો ન હતો. મને તક મળી ન હતી અને તે ટેસ્ટ રમી રહ્યો હતો. પ્રારંભમાં તો બે ટેસ્ટમાં રન બન્યા નહી. સિડનીમાં અમે રાત્રે સૂતા હતા. રાત્રે 2.00 વાગ્યે અચાનક મારી ઉંઘ ઉડી ગઈ તો મે જોયું તો લાઇટ ચાલું હતી અને સચિન બેટિંગ કરી રહ્યો હતો. મેં તેને કહ્યું કે કાલે રમવાનું છે સૂઈ જા.

તેણે ઉમેર્યું કે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ મોડેથી શરૂ થાય છે એટલે કે સવારે 11.00 વાગ્યે શરૂ થાય છે. આમ તમે મોડે સુધી સૂઈ શકો છો. જોકે મોડે એટલે આઠ વાગ્યે, અજય જાડેજાવાળું મોડું નહીં. અજય જાડેજાને તો સવારે આઠ વાગ્યે ગુડનાઇટ થાય છે. મેં સચિનને કહ્યું કે કાલે બેટિંગ કરવાની છે. સૂઈ જા તો તેણે કહ્યું કે મને ઉંઘ આવતી નથી.બીજે દિવસે સચિન કહે છે કે મને ઉંઘ આવશે તો પેવેલિયનમાં સૂઈ જઇશ કેમ કે મારે તો છઠ્ઠા ક્રમે રમવા જવાનું છે. જોકે બીજે દિવસે તેણે સિડની ખાતે શાનદાર સદી ફટકારી હતી તેમ ગાંગુલીએ જણાવ્યું હતું.

Read Also

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!