GSTV
Home » News » જ્યારે મુશર્રફે પૂછ્યુ-ધોની કો કહાં સે લાયે હો? ગાંગુલીએ આપ્યો હતો મજેદાર જવાબ, જાણો રોચક કિસ્સો

જ્યારે મુશર્રફે પૂછ્યુ-ધોની કો કહાં સે લાયે હો? ગાંગુલીએ આપ્યો હતો મજેદાર જવાબ, જાણો રોચક કિસ્સો

એમએસ ધોની પણ એવા જ ક્રિકેટરોમાંથી એક છે જેને સૌરવ ગાંગુલીની શોધ માનવામાં આવે છે. હાલ પ્રશાસકની ભુમિકા નિભાવી રહેલા ગાંગુલીએ તાજેતરમાં જ ધોની સાથે સંબંધિત એક મજેદાર કિસ્સો શેર કર્યો છે.

ગાંગુલીએ પૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ સાથે 12 વર્ષ પહેલા થયેલી મજેદાર વાતચીત શેર કરી. આ કિસ્સો વર્ષ 2006નો છે, જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે હતી. સમગ્ર સીરીઝ દરમિયાન યુવા ધોનીએ પોતાની વિકેટકીપીંગ અને બેટિંગ દ્વારા સૌકોઇને પ્રભાવિત કર્યા હતાં.

પરવેઝ મુશર્રફનો ક્રિકેટ પ્રેમ જગજાહેર છે. તેવામાં મુશર્રફે ધોનીનો ઉલ્લેખ કરતાં ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પૂછી બેઠા કે, ધોનીને ક્યાંથી લાવ્યાં છો? હાજરજવાબી ગાંગુલીએ જરાં પણ વાર કર્યા વિના તરત જ કહ્યું કે, વાઘા બોર્ડર પાસે ફરી રહ્યો હતો, અંદર ખેંચી લીધો.

સાથે સાથે ગાંગુલીએ ધોનીને ચેમ્પિયન પણ ગણાવ્યો. માહીને ટીમમાંથી બહાર રાખવા અંગે ગાંગુલીએ જણાવ્યું કે, ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ ગત 12-13 વર્ષ તેના માટે શાનદાર રહ્યા. બસ તેણે શાનદાર પ્રદર્શન કરવાનું છે. જીવનમાં આવું થવું જોઇએ. તમે જે પણ કામ કરો છો, જ્યાં પણ હોવ, જે ઉંમરના પડાવ પર હોવ, તમારી પાસે જેટલો પણ અનુભવ હોય, તમારે શીર્ષ સ્તર પર પ્રદર્શન કરવુ પડશે નહી તો કોઇ બીજુ તમારુ સ્થાન લઇ લેશે.

2019 વર્લ્ડકપના ભારતીય લાઇન્પ વિશે પૂછવામાં આવતાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, હું સિલેક્ટર નથી, પરંતુ મને આશા છે કે હાલની ટીમના 85-90 ટકા ખેલાડીઓ વર્લ્ડકપ રમશે.

Read Also

Related posts

મોદી સિવાય વારાણસીથી ભાજપના વધુ એક ઉમેદવારે ભર્યુ ફોર્મ, જાણો કારણ

Mansi Patel

ક્યુબન ગર્લ એના ડે અર્માસ ,ડેનિયલ ક્રેગની આગામી બોન્ડ ગર્લ હશે

Path Shah

આ છે દુનિયાનો અનોખો દેશ, જ્યાં લગ્ન કરવા માટે ચોરી કરવી પડે છે બીજાની પત્ની

Nilesh Jethva