GSTV
Home » News » ગાંગુલીનો BCCIના પ્રમુખ તરીકેનો કાર્યકાળ ૨૦૨૪ સુધી લંબાઈ શકે છે, AGMમાં લેવાયો મોટો નિર્ણય

ગાંગુલીનો BCCIના પ્રમુખ તરીકેનો કાર્યકાળ ૨૦૨૪ સુધી લંબાઈ શકે છે, AGMમાં લેવાયો મોટો નિર્ણય

સૌરવ ગાંગુલીની અધ્યક્ષતામાં મળેલી ભારતીય ક્રિકેટ બોર્ડની વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં હોદ્દેદારોના કાર્યકાળ અંગેની લોઢા સમિતિની ભલામણને હળવી બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામા આવી હતી. બીસીસીઆઇના મુંબઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે યોજાયેલી ૮૮મી વાર્ષિક સાધારણ સભામાં લેવાયેલા નિર્ણયને મંજૂરી માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. જો સુપ્રીમ કોર્ટ તેને મંજૂર કરશે તો જ બીસીસીઆઇના બંધારણમાં સુધારો થઈ શકશે. બોર્ડે મંજૂર કરેલા પ્રસ્તાવ અનુસાર સૌરવ ગાંગુલીના પ્રમુખ તરીકેનો કાર્યકાળ વર્ષ ૨૦૨૪ સુધી લંબાશે. જોકે આ ત્યારે જ થશે, ત્યારે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇએ કરેલી બંધારણમાં ફેરફારની વિનંતીને સ્વીકારે.

લોઢા સમિતિની સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલી ભલામણો અનુસારના વર્તમાન બંધારણ મુજબ બીસીસીઆઇમા કે રાજ્યના એસોસિશએનમાં ત્રણ-ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તેણે ત્રણ વર્ષ માટે ફરજીયાત પણે ક્રિકેટના તમામ વહિવટથી દૂર રહેવું પડે. બંધારણની આ કલબ અનુસાર ઓક્ટોબરમાં જ બોર્ડના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળનારા ગાંગુલીનો કાર્યકાળ માત્ર નવ જ મહિનાનો રહી જાય છે. બોર્ડ ઈચ્છે છે કે, ગાંગુલી સહિતના નવા હોદ્દેદારોને બોર્ડનો વહિવટ અસરકારક રીતે ચલાવવા માટે વધુ સમય આપવામાં આવે, જેના કારણે તેમણે બીસીસીઆઇના બંધારણની હોદ્દેદારોના કાર્યકાળને સીમિત કરતી કલમમાં ફેરફારનો પ્રસ્તાવ પાસ કર્યો છે. 

બીસીસીઆઇના ટોચના અધિકારીએ ૮૮મી એજીએમ બાદ જણાવ્યું હતુ કે, અમે જે પ્રસ્તાવિત ફેરફારોને મંજૂરી આપી છે, તેને હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. ત્યાં તે અંગે આખરી ફેંસલો લેવામાં આવશે. મુંબઈમાં એજીએમ પુરી થયા બાદ બીસીસીઆઇ પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આખરે તો અંતિમ ફેંસલો કોર્ટે જ લેવાનો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના નવા બંધારણમાં ફેરફાર કરવાના જે પ્રસ્તાવ બીસીસીઆઇએ પાસ કર્યા છે, તેને મંજૂરી મળે તો ગાંગુલીની સાથે સાથે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહનો કાર્યકાળ પણ લંબાશે. બીસીસીઆઇના અન્ય હોદ્દેદારોને પણ આ મામલે ફાયદો થશે તેમ મનાય છે.

આજની એજીએમમાં સેક્રેટરી જય શાહને આઇસીસીની ચીફ એક્ઝિક્યુટીવ કમિટિમાં બીસીસીઆઇના પ્રતિનિધિ તરીકે મોકલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઇનું સંચાલન સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ દ્રારા કરવામાં આવી રહ્યું હતુ. જેના કારણે આઇસીસીની મિટિંગ્સમાં બીસીસીઆઇના પ્રતિનિધિ તરીકે સીઈઓ રાહુલ જોહરી હાજરી આપતાં. જોકે એજીએમમાં આઇસીસીની મિટિંગમાં બોર્ડના પ્રતિનિધિ તરીકે સેક્રેટરી જય શાહની પસંદગી કરવામાં આવી હતી. હવે જ્યારે બીસીસીઆઇના ચૂંટાયેલા હોદ્દેદારોએ જવાબદારી સંભાળી લીધી છે, ત્યારે બીસીસીઆઇના કામકાજમાં અગાઉના જેવો મિજાજ દેખાઈ રહ્યો છે. બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આઇસીસીની ચીફ એક્ઝિક્યુટીવ કમિટિમાં જે તે દેશના બોર્ડનું પ્રતિનિધિત્વ તેના સેક્રેટરી જ કરે છે, આ નિયમ આઇસીસીનો છે.

Read Also

Related posts

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!