GSTV

સૌરવ ગાંગુલીએ આપ્યો છે આ વિશ્વાસ, ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ કરશે ભારત, થઈ ગઈ સમગ્ર તૈયારી

ક્રિકેટ ઓસ્ટ્રેલીયના પ્રમુખ અર્લ એડિગ્સે કહ્યું છેકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિશ્વાસ અપાવ્યો છે કે વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ કરશે.

એક રિપોર્ટમાં એડિગ્સે કહ્યું હતું કે, હું 100 ટકા વિશ્વાસ અપાવુ છુ કે, તે આવી રહ્યાં છે. સૌરવ ગાંગુલી અને હું આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી વાત કરી રહ્યાં છીએ. અને અમે પહેલાની યોજના બનાવી રહ્યાં છીએ. અમે એક વખત તેની ટીમને અહીંયા જોઈ શકીએ.

રિપોર્ટમાં આગળ જણાવ્યું કે, પ્રવાસની શરૂઆત સીમિત ઓવરોની સીરીઝની સાથે થશે. અને પછી મેચોની ટેસ્ટ સીરીઝ રમાશે. ટેસ્ટ સીરીઝની શરૂઆત 17થી 21 ડિસેમ્બર દરયમના એડિલેડમાં થનારા ડે નાઈટ ટેસ્ટથી મેચ થશે. અન્ય સ્થાનોમાં મેલબોર્ન (26થી 30 ડિસેમ્બર), સીડની (7થી 11 જાન્યુઆરી) અને બ્રિસબેન (15થી 19 જાન્યુઆરી)નો સમાવેશ થાય છે.

રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમ પર્થ કે એડિલેડ સિવાય સીધા બ્રિસ્બેન પહોચશે અને ત્યાં ક્વિંસલેંડમાં પ્રતિબંધો હોવા છતા પણ ક્વોરેનટાઈનને લઈને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે.

ગાંગુલી હાલ તો યુએઈમાં છે. જ્યાં આઈપીએલની 13મી સીઝન રમાઈ રહી છે. કોહલીની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે 2018માં ઓસ્ટ્રેલીયા પ્રવાસ ઉપર ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. તો ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ સીરીઝ જીતનારી પહેલી એશીયાઈ ટીમ બની હતી.

Related posts

ગોલમાલ / નેમપ્લેટ જોઈને બનાવ્યો કોરોનાનો નકલી રિપોર્ટ, અમેરિકી દંપતિને બતાવ્યા પોઝિટીવ, મૃતકને બતાવ્યા સંક્રમિત

Mansi Patel

કચ્છ/ રાજવી પરિવાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે નારાજગી, માતાના મઢમાં પત્રી વિધિ બંધ રખાતા થયો વિવાદ

Pravin Makwana

ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યું ઐતિહાસિક ભૂમિ દાન, 253 વીઘા જમીન મળી દાનમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!