સોફી ડિવાઇને મેચમાં 115 રન કર્યા, પણ સદી ન નોંધાવી શકી!, 99 રન જ ગણાયા

ક્યારેક કેટલી બાબતને તમે સ્વીકારવા જ તૈયાર ન થાઓ. સાચી વાત પણ છે કેમ સ્વીકારીએ. ન્યૂઝિલેન્ડની એક બેટ્સમેને ધાકડ પ્રદર્શન કરી પોતાની ટીમને તો જીતાડી લીધી પણ સદીથી વંચિત રહી ગઈ પણ આ મેચમાં તેને 115 રન ફટકાર્યા છે. આમ છતાં સદીથી કેમ વંચિત રહી ગઈ આ બાબતે અમે તમને અહીં વિગતવાર સમજાવી રહ્યાં છીએ કે શું ઘટી છે ઘટના.


ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન અત્યારે વુમન્સ બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ માટે રમી રહી છે. તેણે હોબાર્ટ હરીકેન્સ સામેની મેચમાં 115 રન કરીને એડિલેડને મેચ જીતાડી હતી પરંતુ સદી કરી શકી ન હતી. આવું કેમ? તેના કારણો છે. પહેલાં અણનમ 99 રનની ઇંનિંગ્સ રમી હતી અને તે બાદ સુપર ઓવરમાં 16 રન કરી મેચમાં કુલ 115 રન કર્યા હતા. સોફીને સદી ફટકારવા છેલ્લા 2 બોલમાં 5 રન જોતા હતા પરંતુ તે ચાર રન જ કરી શકી હતી. તેની 99* રનની ઇંનિંગ્સમાં 10 ચોક્કા અને 4 છગ્ગા ફટકાર્યા હતા જેના થકી એડિલેડ સ્ટ્રાઈકર્સ પોતાનો સર્વાધિક સ્કોર, 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 189 રન કરી શક્યું હતું.

સુપર ઓવરમાં હોબાર્ટ હરીકેન્સ તરફથી ભારતની સ્મૃતિ મંધાનાએ સિક્સ મારતા તેઓ 12 રન કરી શક્યા હતા. 1 ઓવરમાં 13 રનના લક્ષ્યનો પીછો કરતા સોફી ડિવાઇને 3 બોલમાં 2 છગ્ગા અને 1 ચોક્કો ફટકારી સ્ટાઇલથી મેચ સમાપ્ત કરી હતી. આમ એક જ મેચમાં 115 રન કરવા છતાં પણ સદી નોંધાવી શકી ન હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter