GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

દિવાળી પર અક્ષય કુમારની અને નાતાલમાં રણવીરની આ નવી ફિલ્મો થશે રિલીઝ

કોરોના વાયરસને પગલે ચાલી રહેલા લોકડાઉનમાં દેશભરમાં કોઈ પ્રવૃત્તિ હાથ ધરાતી નથી. ખાસ કરીને બોલિવૂડમાં માઠી અસર પડી છે. નવી ફિલ્મોની રિલીઝ અટકી પડી છે તો કેટલાક ફિલ્મ મેકર્સે ઓટીટી પ્લેટફોર્મનો સહારો લીધો છે.  ટીવી સિરિલયના શૂટિંગ પણ હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે.  આ સંજોગોમાં ફેન્સ માટે ખુશખબર એ છે કે અક્ષયકુમારની સૂર્યવંશી અને રણવિરસિંહની 1983 અનુક્રમે દિવાળી અને નાતાલ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે.

આઇનોક્સ લિસર લિમિટેડે ટ્વિટર મારફતે આપી માહિતી

આઇનોક્સ લિસર લિમિટેડે ટ્વિટર મારફતે આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારા કેલેન્ડર પર માર્ક કરી લો. અમે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી દિવાળીમાં અને કબીર ખાનની ફિલ્મ 83 નાતાલમાં રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. સૂર્યવંશીમાં અક્ષયકુમાર અને કેટરીના કૈફ લીડ રોલમાં છે. આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થનારી હતી પરંતુ કોરોનાને કારણે લોકડાઉન લાદી દેવામાં આવતાં રિલીઝ મુલતવી રખાઈ હતી.  હવે દિવાળીમાં આ ફિલ્મ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જેને ફેન્સનો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો.

1983 ના વર્લ્ડકપની છે બાયોપિકરણવિરસિંહની ફિલ્મ 83 ભારતે કપિલદેવની આગેવાનીમાં 1983માં વર્લ્ડ કપ જીત્યો હતો તેની બાયોપિક છે જેમાં રણવિરસિંહ મહાન ઓલરાઉન્ડર કપિલદેવનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં દિપિકા પાદૂકોણે તેની પત્નીનો રોલ કર્યો છે. લગ્ન બાદ રણવિર અને દિપિકા પહેલી વાર એક સાથે ફિલ્મમાં આવશે. કબીર ખાને તેનું ડાયરેક્શન કર્યું છે.

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!