GSTV

સુરાજ પંચોલીનો સુશાંત સાથે થયો હતો ઝઘડો? અભિનેતાએ જણાવી હકીકત

સુશાંત

સુશાંત સિંહ રાજપૂતનું 14મી જૂને અવસાન થયું હતું. મુંબઇ પોલીસે અભિનેતાના મોતને આત્મ હત્યા ગણાવી છે. સુશાંત કેસને લઈને અત્યાર સુધીમાં અનેક થિયરીઓ બહાર આવી છે. હવે સુશાંતના કેસને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત સાથે જોડાવામાં આવી રહ્યો છે. તેને ડબલ મર્ડર ગણવામાં આવી રહ્યું છે. બંનેના કેસમાં સૂરજ પંચોલીનું નામ પણ સામે આવી રહ્યું છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે સૂરજ અને સુશાંતને એક બીજા સાથે સારા સંબંધ ન હતા. 13મી જૂને  સુરજે એક પાર્ટી રાખી હતી, જેમાં સુશાંત પણ સામેલ હતો. તેના બીજા જ દિવસે સુશાંતનું મોત થયું હતું.

સુશાંતને ભાગ્યે જ એકાદ બે વાર મળ્યો હશે

એક ઇન્ટરવ્યૂમાં સૂરજ પંચોલીએ જણાવ્યું હતું કે તે સુશાંતને ભાગ્યે જ એકાદ બે વાર મળ્યો હશે, બંને વચ્ચે ઘણી ઓછી વાતચીત થઇ હતી. સુશાંત સાથે તેનો સંબંધ ખૂબ સામાન્ય હતો. સૂરજે કહ્યું કે અમે જ્યારે પણ મળતા ત્યારે હાય-હેલો જ કરતા. મારી સુશાંત સાથે કોઈ જ પ્રકારની દુશ્મની ન હતી. હું અને સુશાંત એક બીજા ભાઈ બોલાવતા હતા. તે મને નાનો ભાઈ કહેતો હતો. અમે ક્યારેય સાથે કામ કર્યું નથી. તે મારો આદર કરતો હતો અને હું તેનો એક સિનિયર તરીકે આદર કરતો હતો.

સુશાંત

સુશાંતે મારો નંબર પણ લીધો હતો

સુશાંત સાથેના સમીકરણો અંગે સૂરજ પંચોલીએ કહ્યું હતું કે સુશાંતને કદાચ હું પ્રથમ વખત રામનગરમાં એક એક્ટિંગ ક્લાસ દરમિયાન મળ્યો હતો. ત્યાં અમારી ઓળખ થઇ. ત્યાર બાદ સુશાંત સ્ટાર બની ગયો. અહીં ઇન્ડસ્ટ્રીના લોકો મળતા હોઈએ છીએ તેવી જ રીતે હું તેમને મળ્યો હતો. પછી અમે એક મિત્રના ઘરે મળ્યા અને અમારી મિત્રતા થઈ. સુશાંતે મારો નંબર પણ લીધો હતો. સુશાંતે મને રાબ્તાના સ્ક્રિનિંગમાં બોલાવ્યો હતો. સુશાંત સાથે મારી બહુ ઓછી વાતો થઈ હતી. આ ઉપરાંત સૂરજે ખુલાસો કર્યો હતો કે 13મી જૂનની જે પાર્ટીની વાત થાય છે તે મારે ત્યાં થઈ જ ન હતી.

Read Also

Related posts

કામના સમાચાર/ ગુજરાતના કૃષિમંત્રીએ વિપક્ષના વિરોધ વચ્ચે રાહતની ડેડલાઈન પણ કરી દીધી જાહેર, ખેડૂતોની સુધરી જશે દિવાળી

Nilesh Jethva

બાળકોનાં સારા ભવિષ્ય માટે આ 3 સરકારી યોજનાઓમાં કરો રોકાણ, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું

Mansi Patel

ભારતીય Driving Licenseને લઈને મોટા સમાચાર, સરકારે રાજ્યોને કર્યો આ આદેશ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!