લ્યો! ચાર્જર સાથે રાખવાની ઝઝંટ જ પતી ગઈ, કપડા પહેર્યા હશે એટલે બધુ આવી ગયું

તમે ટૂંક સમયમાં જ તમારા કપડાથી મોબાઇલ ચાર્જ કરી શકશો. તમને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે થાય, પણ વૈજ્ઞાનિકો એવું પોકેટ બનાવે છે કે જે ચાર્જિંગ ડોક તરીકે કામ કરશે. એટલે તમે એના દ્વારા મોબાઇલ ફોન ચાર્જ કરી શકશો. ચાર્જિંગ ડોકથી તમે ફિટનેસ ટ્રેકર અને ટેબ્લેટ પણ ચાર્જ કરી શકશો.

આ પોકેટમાં નાના નાના સોલર પેનલ્સ હશે. આ પોકેટ તમારા કપડાના ફેબ્રિકમાં વણેલું હશે. નોટિંઘમ ટ્રેન્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કહે છે કે આ નવીનતા પાવર પેદા કરવાના માર્ગને પ્રોત્સાહન આપશે. સાથે જ આમાં કાર્બન ઉત્સર્જન પણ ઘટશે. પેનલ ફક્ત 3mm લાંબી અને 1.5 mm પહોળી હશે. તે સરળતાથી ફેબ્રિકમાં સિવાય જશે. આ પોકેટની મદદથી લોકો મોબાઇલ, ફિટનેસ ટ્રેકર અને ટેબ્લેટ ચાર્જ કરી શકશે. આ નવીનીકરણ પછી લોકોને પાવર બૅન્ક અથવા સોકેટ પ્લગ લગાવવાની જરૂર નથી.

આ ટેક્નોલૉજીમાં વપરાતા ફાઇબર નાના સેલ્સનાં નેટવર્કથી બનાવવામાં આવશે અને તે વીજળી ઉત્પન્ન કરશે. આ ઉર્જાથી તમે તમારા ઉપકરણોને ચાર્જ કરી શકશો. આ કોષો દેખાશે નહીં. તેમજ કપડાં પહેરવા સમયે તમને અંદાજો પણ નહીં આવે. આ સંશોધન કરનાર પ્રોફેસર કહે છે કે “આ નવીનતા સાથે જ સૉકેટમાં ઉપકરણો મૂકવાની જરૂર સમાપ્ત થશે. અને કાર્બન ઉત્સર્જન પણ ઘણું ઘટશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter