GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

હેલ્થ વીમો લેનાર માટે આવી ખુશખબર, પ્રીમિયમમાં સરકારે આપી આ રાહત

વીમા નિયમનકાર IRDA ગ્રાહકોને વધું સરળ અને અનુકૂળ બની રહે તે માટે ઘણા નિયમનકારી ફેરફારો કરી રહી છે. તાજેતરમાં વીમા નિયમનકાર હાલની પોલિસીઓમાં નાના ફેરફારો કરવાની સાથે પ્રક્રિયાને સરળ બનાવવા માટેના પણ કેટલાક ફેરફારો સાથે બહાર આવી છે.

તાજેતરમાં વીમા કંપનીઓને હાલના માન્ય પ્રોડક્ટમાં પણ ફેરફાર કરવો હોય તો તેમને સંપૂર્ણ ફાઈલિંગ પ્રક્રિયાને અનુસરવી પડશે. આ નજીવા ફેરફારોનો નિર્ણયએ આવકાર્ય પગલું છે. એડલવીસ જનરલ ઈન્શ્યોરન્સના સીઈઓ ડેઝિનેટ, શનાઈ ધોષે જણાવ્યું કે,આ ફેરફાર પ્રક્રિયાને સરળ બનાવે છે, તેમજ હાલની નીતિઓમાં નાના-નાના ફેરફારો કરવા માટે વીમા કંપનીઓને સશક્ત બનાવે છે.

નીચે આપેલા કેટલાક ફેરફારો છે કે, જે IRDAએ વીમા કંપનીઓને પ્રમાણપત્ર પદ્ધતિની મદદથી હાલની નીતિઓમાં અમલ કરવાની મંજૂરી આપી છે.

  • જો કોઈ વીમા કંપની હાલની નીતિઓ સાથે પ્રીમિયમ ચુકવણી વિકલ્પોને ઉમેરવા માંગે છે, તો તે હવે તે કરી શકે છે. હમણાં, ફક્ત આરોગ્ય વીમા કંપનીઓ જ વાર્ષિક પ્રીમિયમ ચુકવણી વિકલ્પ પૂરો પાડે છે. પરંતુ હવે, વીમા કંપનીઓ ત્રિમાસિક અથવા માસિક ચુકવણી વિકલ્પો પણ આપી શકે છે. આ સુધારાથી વધું લોકો સ્વાસ્થય વીમો ખરીદવામાં માટે આકર્ષાશે કારણ કે, નાના પ્રીમિયમ પરવડશે અને આમ તેમાં વધારો થશે.
  • બેઝ રેટ પ્રીમિયમમાં સુધારો +/-૧૫ ટકા પ્રીમિયમ કરતાં વધું કરી શકાશે નહીં.
  • હવે, વીમાદાતાઓ માન્ય વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા પ્રોડક્ટ સાથે માન્ય કરેલ સ્ટ્રેંડઅલોન રાઈડર્સ અથવા એડ-ઓન્સનો પણ ઉમેરો કરી શકે છે. આ ઉપરાંત, લાભ આધારિત ઉત્પાદનો હેઠળ ગંભીર બીમારીઓનો સમાવેશ તેમજ ડે કેર પ્રોડક્ટ્સની સૂચિના વિસ્તરણ જેવી સુવિધાઓ વગેરે જેવા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જે સરળતાથી હાલની નીતિઓમાં રજૂ કરી શકાય છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!