GSTV
Home » News » હવે પૈસા જમા કરાવવા બેંકમાં જવાની જરૂર નથી, કોઈ પણ બેંકના ATMથી થઈ શકશે કેશ જમા

હવે પૈસા જમા કરાવવા બેંકમાં જવાની જરૂર નથી, કોઈ પણ બેંકના ATMથી થઈ શકશે કેશ જમા

યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ હેઠળ ઈન્ટર બેંકિંગ પેમેન્ટની સેવા શરૂ કર્યા બાદ હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેંકોને કોઈ પણ ATM દ્વારા કેશ ડિપોઝીટની સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યુ છે. NPCIનું માનવું છેકે, નેશનલ ફાઈનાન્શિયલ સ્વિચ દ્વારા ઈન્ટરઓપરેબલ કેશ ડિપોઝીટની સેવા કરન્સી હેંડલિંગનો ખર્ચો ઓછો કરવામાં મદદ કરશે.

કરન્સી મેનેજ કરવી રહેશે સરળ

આનાથી ATM ઓપરેટર્સને ATMમાં કેશ મેનેજ કરવા અને વારંવાર કેશ ભરવાનાં ખર્ચથી રાહત મળી શકે છે. NPCIનું કહેવું છેકે, કેશ ડિપોઝીટની સુવિધા બાદ ગ્રાહક તેમને કેશ ઉપાડવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. આ રીતે ઓપરેટર્સની પાસે વારંવાર ATMમાં કેશ ભરવાની ચિંત રહેશે નહી.

બધી જ મોટી બેંકોને નવા નેટવર્ક સાથે જોડાવા માટે કહ્યુ છે

ખાનગી બેંકનાં અધિકારીએ જણાવ્યુ છેકે, બધી જ મોટી ખાનગી અને સરકારી બેંકોને ઈન્ટરઓપરેબલ નેટવર્કની સાથે જોડાવા માટે કહ્યુ છે. જોકે, બેંકોને તેના માટે હામી ભરવાની સાથે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડશે. નકલી નોટોથી બચવું પણ તેમાંથી એક હશે.

તત્કાલરૂપથી અપડેટ થઈ શકે છે 30,000

હાલનાં સમયમાં 14 બેંક ઈન્ટરઓપરેબલ કેશ ડિપોઝીટ નેટવર્કનું સંચાલન કરે છે. NPCIએ અનુમાન લગાવ્યુ છેકે, બધી જ મોટી બેંકો લગભગ 30,000 ATMને તત્કાલ રૂપથી ઈન્ટરઓપરેબલ ડિપોઝીટ મશીન તરીકે અપગ્રેડ કરી શકે છે. તેના માટે IDBRT દ્વારા વિકસિત પરંપરાનો ઉપયોગ કરી શકાય છે.

કેવી રીતે કાર્ય કરશે આ નેટવર્ક

જો NPCIની આ યોજના અમલમાં આવે તો સામાન્ય લોકોના ખાતામાં રોકડ રકમ જમા કરાવવા માટે બેંકમાં જવું નહીં પડે. માની લો, જો તમારું એચડીએફસી બેંકમાં ખાતું છે, તો આ સુવિધા પછી તમે એસબીઆઈ બેંકની ડિપોઝિટ મશીનની મદદથી તમારા ખાતામાં રોકડ જમા કરાવી શકો છો. આ મશીનોને સામાન્ય રીતે કેશ-ડિપોઝિટ મશીનો અથવા રોકડ રિસાયક્લિંગ મશીન કહેવામાં આવે છે.

આ બેંકો આ સુવિધા પૂરી પાડે છે

હાલમાં, યુનિયન બેંક, કેનેરા બેંક, આંધ્ર બેંક અને દક્ષિણ ભારતીય બેંક આ સુવિધા પૂરી પાડે છે. પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકે પણ આ સુવિધા પૂરી પાડી હતી, પરંતુ ગયા વર્ષે આર્થિક ગેરરીતિને કારણે RBIએ બેંક પર વિવિધ નિયંત્રણો લાદ્યા હતા.

કેટલો ચાર્જ લેવામાં આવે છે

હાલમાં, કેશ ડિપોઝીટ માટે, 10 હજાર રૂપિયાથી ઓછા પર 25 રૂપિયા ચૂકવવાપાત્ર છે. તે જ સમયે, 10,000 રૂપિયાથી વધુની કેશ ડિપોઝીટ માટે 50 રૂપિયાના પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે.

READ ALSO

Related posts

ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર

Mayur

નોંધી લો આ તારીખો; સતત 6 દિવસ બંધ રહેશે બેંક, પહેલાં જ પતાવી લો જરૂરી કામ

Mansi Patel

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દિકરી ઇવાન્કા પણ આવી ભારત, જુઓ તેની ખૂબસુરત તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!