GSTV
Home » News » સોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર એન્ટ્રી, કિંમત અને ફીચર જાણી થશો ખુશખુશાલ

સોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર એન્ટ્રી, કિંમત અને ફીચર જાણી થશો ખુશખુશાલ

સોની ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે (Sony India Pvt. Ltd.) ફુલ ફ્રેમ ઈન્ટરચેન્જેબલ લેંન્સ (સંપૂર્ણ ફ્રેમ સાથે એકબીજામાં બદલી શકાય તેવો) કેમેરો “અલ્ફા-9ટૂ”ને ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેની કિંમત 3,99,990 રૂપિયા છે. “અલ્ફા-9ટૂ” દેશભરની તમામ મુખ્ય રિટેલ કાઉન્ટર્સ સહિત સોની સેન્ટરો અને મુખ્ય ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ પરથી મળશે. Sony Alpha 9 II Cameraની ખાસીયત
-કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, નવું “આલ્ફા-9ટુ” મૂળ આલ્ફા-9ના પ્રભાવશાળી વારસા પર આધારિત છે, જેમાં ઉત્તમ ગ્રાઉન્ડ બ્રેકિંગ સ્પીડ હશે.

-ઉપરાંત તેમાં ઓટો ફોકસ અને ઓટો એક્સપોઝર ટ્રેકિંગ પણ છે. કંપનીનું કહેવું છે કે, આ કેમેરાથી પ્રતિ સેકંડ 20 ફ્રેમની સાથે સતત ફોટો ખેંચી શકાય છે.
-આ કેમેરો મિકેનિકલ શટર સાથે 10 એફપીએસ સુધી સતત શૂટિંગ કરવામાં સક્ષમ છે.


-નવા આલ્ફા-9ટુમાં એક અદ્યતન ફોકસ સિસ્ટમ છે. તેમાં 693 ફોકલ-પ્લેન ફેઝ-ડિટેક્શન એએફ પોઇન્ટ્સ શામેલ છે, જે લગભગ 93 ટકા છબીના વિસ્તારને આવરે છે.
-આલ્ફા-9ટુમાં 425 કોન્ટ્રાસ્ટ એએફ પોઇન્ટ પણ શામેલ છે.
-આ નવો કેમેરો મિકેનિકલ શટર સાથે 10 એફપીએસ સુધી શૂટ કરવા માટે બનાવવામાં આવ્યો છે, જે આલ્ફા -9 ની ગતિથી લગભગ બમણી છે.

Read Also

Related posts

Republic Day: ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ, ભારત દેશ મનાવી રહ્યો છે 71મો ગણતંત્ર દિવસ

Mansi Patel

5 મિનિટ ચાર્જ થઈને પણ 2 કલાક સુધી ચાલશે Oppo F15, ખરીદી પર મેળવો અનલિમિટેડ કૅશબૅક!

Mansi Patel

31 જાન્યુઆરી બાદથી આ એપ્લિકેશન્સનો ઉપયોગ નહી કરી શકો તમે, જાણો કેમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!