GSTV

બોલ્ડ સીન આપીને આ એકટ્રેસે મચાવ્યો હતો તહેલકો, કામ ન મળતા બી ગ્રેડ ફિલ્મોમાં કર્યા ઇન્ટીમેટ સીન

80 અને 90ના દશકની ફેમસ મોડલ અને એકટ્રેસ સોનૂ વાલિયા આજે પોતાનો બર્થ ડે  સેલિબ્રેટ કરી રહી છે. 19 ફેબ્રુઆરી 1964માં દિલ્લીના એક પંજાબી પરિવારમાં જન્મેલી સોનૂ 55 વર્ષની થઈ ગઈ છે. આજે તેમના જન્મદિવસના અવસર પર અમે તમને તેના જીવનની કેટલીક ખાસ વાતો જણાવીશુ.

અભ્યાસ પુરો કર્યા પછી સોનૂ વાલિયાએ મોડેલિંગમાં જવાનો નિર્ણય લીધો હતો. કામુક કાયા ધરાવતી સોનુએ ટૂંક સમયમાં મોડેલિંગમાં નામ મેળવી લીધુ.

આ પછી, સોનુએ મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લીધો અને વર્ષ 1985માં મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો.

મિસ ઇન્ડિયા બન્યા પછી  સોનુને બોલીવુડમાંથી પણ ઑફર મળવા લાગી. વર્ષ 1988 માં સોનૂ વૉલિયાએ ફિલ્મ ખૂન ભરી માંગમાં અભિનય કર્યો હતો.

આ મૂવીમાં રેખાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી પરંતુ સોનુને પણ ફિલ્મ દ્વારા અલગ ઓળખ મળી હતી અને તેણીને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રસ ફિલ્મફેરનો એવોર્ડ પણ મળ્યો હતો.

વર્ષ 1988માં રિલીઝ થયેલ ફિલ્મ આકર્ષણમાં સોનૂ વાલિયાએ ખૂબ જ બોલ્ડ સીન આપીયા હતા. તે દરમિયાન આટલા બોલ્ડ સીન આપવાં સહેલાં ન હતા. ઝરણાંના કાંઠે તેના એક સીને તો હંગામો મચાવી દીધો હતો.

ખેલ, સ્વર્ગ જેસા ઘર, આરક્ષણ, અપના દેશ પરાયે લોગ, તૂફાન અને તહલકા જેવી ઘણી ફિલ્મોમાં તેણે કામ કર્યું છે. જો કે સોનૂને ફિલ્મમાં કઈ ખાસ સફળતા મળી નથી. મેનસ્ટ્રીમ ફિલ્મોમાં રોલ ના મળતા તેણીએ બી-ગ્રેડ ફિલ્મોમાં કાર્ય કરવાની શરૂઆત કરી દીધી.

તે બાદ સોનૂએ ઈન્ડસ્ટ્રીને છોડીને લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. તેણીએ એનઆરઆઈ સૂર્ય પ્રકાશ સાથે પોતાનું ઘર વસાવી લીધું. સૂર્ય પ્રકાશના અવસાન પછી તેણીએ બીજા લગ્ન એનઆરઆઈ ફિલ્મ પ્રોડયૂસર પ્રતાપ સિંહની સાથે કર્યા હતા. તેમની એક પુત્રી પણ છે.

Read Also

Related posts

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari

કુદરતને ચેલેન્જ/ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનિટની ઉંઘ લે છે આ વ્યક્તિ, કામ માટે 16 કલાક પણ ઓછા પડ્યા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!