GSTV
Gujarat Government Advertisement

આધાત: કોરોનાકાળમાં મસીહા બનીને ઉભરેલા એક્ટર સોનુ સુદ કોરોના પોઝિટીવ, થયો કોરન્ટીન

Last Updated on April 17, 2021 by Pravin Makwana

કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકો માટે મસિહા બનીને ઉભરી આવેલા અભિનેતા એક્ટર સોનુ સુદ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. સોનુએ ટ્વિટ કરીને પોતે કોવિડ સંક્રમિત હોવાની વાત સ્વિકારી છે. તેમણે જણાવ્યુ છે કે, તમામ પ્રકારની સાવધાની રાખતા પોતાની જાતને કોરન્ટાઈન કરી દીધી છે.

સોનુ સુદે ટ્વિટમાં લખ્યુ હતું કે, હું તમામ લોકોને બતાવા માગુ છુ કે, આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મેં સાવધાની સાથે પોતાની જાતને કોરન્ટીન કરી લીધી છે. તથા પોતાનું ધ્યાન રાખી રહ્યો છું. પણ ચિંતા કરતા નહીં, તેનાથી મદદ કરવામાં મને વધારે સમય મળી ગયો છે. યાદ રાખો હું હંમેશા આપની સાથે છું.

સોનુ સુદે આ વાતની જાણકારી આપતા પોતાના મેસેજની શરૂઆતમાં લખ્યુ છે કે, કોવિડ પોઝિટીવ, મૂડ અને જોશ-સુપર પોઝિટીવ. તેનાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, સોનુ સુદ આજે પણ લોકોની મદદ માટે તૈયાર છે અને હાર માનવા જરા પણ તૈયાર નથી. આ જ તેના ફેન્સ અને દેશવાસીઓ માટે પ્રેરણા છે.

લોકડાઉનમાં લોકોની ખૂબ કરી છે મદદ

આપને જણાવી દઈએ કે, સોનુ સુદે દેશવાસીઓને 2020માં કોરોનાકાળમાં લાગેલા લોકડાઉનમાં મજૂરોની મદદ કરીને સૌ કોઈના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ ઉપરાંત સોનુ સુદ અત્યાર સુધીમાં અસંખ્ય લોકોની મદદ કરી ચુક્યા છે. તેણે લોકોની મદદ માટે, સારવાર માટે, ભારત વાપસી માટે, અભ્યાસ માટે, અલગ અલગ પ્રકારની મદદ કરીને લોકોની વ્હારે આવ્યો હતો, આ સીલસીલો હજૂ પણ ચાલુ જ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana

જીવલેણ રોગ/ ગુજરાતમાં આ કારણે વધ્યો મ્યુકરમાયકોસિસ, પરિવારમાં કોરોના દર્દી હોય તો રાખજો આ સાવધાની

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!