GSTV
Bollywood Entertainment Trending

ઓનલાઈન અભ્યાસમાં બાળકોને પડી રહી છે તકલીફ, ફરીથી સોનુ સૂદ આવ્યા મદદે

કોરોના વાયરસ અને ત્યાર બાદ લોકડાઉનમાં તમામ લોકોને મુશ્કેલીઓ પડી રહી હતી. ખાસ કરીને પ્રવાસી મજૂરોને કેમ કે, તેમના કામકાજ બંધ થઈ ગયા હતા અને બસ, ટ્રેન બંધ હોવાને કારણે તેઓ વતન પણ પરત ફરી શકતા ન હતા. આ વખતે તેમના માટે દેવદૂત બનીને એક વ્યક્તિ આવી હતી જે હતી ‘સોનુ સૂદ’. બોલિવૂડના આ સ્ટારે સંખ્યાબંધ લોકોને મદદ કરી હતી. તેણે હજારો મજૂરોને તેમના વતન પહોંચાડ્યા હતા. લોકડાઉન તો હવે રહ્યું નથી, પરંતુ સોનુ સૂદનું કામ જારી રહ્યું છે.

તેમની પાસે સ્માર્ટફોન નથી

હવે સોનુ સૂદ એવા બાળકોની મદદ કરી રહ્યો છે જે શિક્ષણ પ્રાપ્ત કરવા તો માગે છે, તેઓ ઓનલાઇન અભ્યાસ કરવા તો માગે છે, પરંતુ તેમની પાસે સ્માર્ટફોન નથી. સોનુ સૂદે હરિયાણાના મોરની ખાતેના વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોનની ભેટ આપી છે. એક સમાચાર મુજબ આ સ્કૂલના 80 ટકા બાળકોને સ્માર્ટ ફોન ઉપલબ્ધ કરાવી આપવાની સૌનુ સૂદની યોજના છે.

સ્કૂલનું મકાન અને શિક્ષકો પણ દેખાય છે

સોનુ સૂદની આ દરિયાદીલી બાદ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્કૂલના બાળકો તેની સાથે વીડિયો કોલથી વાત કરી રહ્યા છે. તેમાં સ્કૂલનું મકાન અને શિક્ષકો પણ દેખાય છે. સોનુએ તેમાં લખ્યું છે કે તમામ વિદ્યાર્થીઓને પોતપોતાના ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવા બદલ સ્માર્ટ ફોન મળવાથી મારા દિવસની શુભ શરૂઆત થઈ છે. પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા.

READ ALSO

Related posts

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk
GSTV