GSTV

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Last Updated on September 22, 2021 by Zainul Ansari

કોરોના કાર્યકાળ દરમિયા સોનુ સુદ ખૂબ જ સેવાકિય કાર્યો કર્યા હતા. તેને ફિલ્મો કરતા તેના સેવાકિય કાર્યો દ્વારા ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. તે કામના કારણે તે લોકોના હ્રદયમાં વસી ગયો છે.. હવે તે રાજકીય કારકિર્દી શરૂ કરી શકે છે. તેણે થોડા સમય પહેલા દિલ્હીમાં આપ સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ હવે તેણે ગુજરાતમાં આપના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તેણે અમદાવાદની ખાનગી હોટેલમાં આપના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી છે.

અભિનેતા સોનુ સુદ કોરોનાકાળથી ખૂબ જ ચર્ચામાં છે, પહેલા તે તેના સેવાકિય કાર્યો દ્વારા ચર્ચામાં હતો, પછી તેણે આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી, તેના માટે તે ચર્ચામાં હતો. દિલ્હીના મુખ્યમંત્રી સાથેની બેઠક પછી તેની ઓફિસ અને ઘરમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા, ત્યારે પણ તે ચર્ચામાં રહ્યો હતો. ત્યારે હવે તેણે અમદાવાદમાં આપ નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. આમ તે રાજકારણી તરીકે પોતાની નવી કારકિર્દી શરૂ કરી શકે છે.

સોનુ સુદ પર ટેક્સ ચોરીનો આરોપ

બોલિવુડ અભિનેતા સોનુ સૂદના ઘરે શુક્રવારે આવકવેરા વિભાગનો સર્વે પૂરો થયો હતો અને આજે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે સોનુ સૂદ 20 કરોડ કરતા વધારે રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ છે. આવકવેરા વિભાગના નિવેદન પ્રમાણે તપાસ દરમિયાન સતત 3 દિવસ તેમના મુંબઈ સ્થિત ઘરની તલાશી બાદ અભિનેતા 20 કરોડ કરતા વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.

ટેક્સ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે સોનું સૂદે વિદેશી દાનદાતાઓ પાસેથી વિદેશી યોગદાન (વિનિયમન) કાયદાના ઉલ્લંઘન દ્વારા એક ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 2.1 કરોડ રૂપિયા પણ ભેગા કર્યા છે જે આ પ્રકારની લેવડ-દેવડને નિયંત્રિત કરે છે.

આ સાથે જ અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરોમાં તલાશી દરમિયાન કરચોરી સંબંધિત આપત્તિજનક પુરાવાઓ મળ્યા છે. અભિનેતા દ્વારા અપનાવવામાં આવેલી મુખ્ય કાર્યપ્રણાલી દ્વારા અનેક લોકો પાસે બોગસ અસુરક્ષિત ઋણ સ્વરૂપે પોતાની બેહિસાબ આવકને રૂટ કરવામાં આવી છે.

અભિનેતાના બિનનફાકારી સોનુ સૂદ ચેરિટી ફાઉન્ડેશને ગત વર્ષે જુલાઈમાં કોવિડની પહેલી લહેર દરમિયાન આશરે 18 કરોડ કરતા વધારે રૂપિયાનું દાન મેળવ્યું હતું. ચાલુ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તેમાંથી 1.9 કરોડ રૂપિયા રાહત કાર્યમાં વાપરવામાં આવેલા અને બાકીના 17 કરોડ બિનનફાકારીના બેંક ખાતામાં વપરાયા વગર પડ્યા છે.

અભિનેતાએ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યાં

સોનુ સુદે જણાવ્યું કે મને દાનમાં મળેલા એક એક પૈસાનો હિસાબ છે. ઉપરાંત સોનુ સુદે આવકવેરા વિભાગના આરોપોને ફગાવી દીધા. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે જણાવ્યું કે સુદે FCRA કાયદાનું ઉલ્લંઘન કરી વિદેશી દાનવીરો પાસેથી એક ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી 2.1 કરોડ મેળવ્યા છે.

સોનુએ જણાવ્યું કે આ ખૂબ જ આશ્ચર્યની વાત છે. મને જે કઇ મળ્યુ છે, તે ફક્ત લોકો દ્વારા દાન કરવામાં આવેલા રૂપિયા નથી. તેનો એક ભાગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ફી પણ છે. મે હજી સુધી 54000 ઈમેલ વાંચ્યા નથી, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર પર હજારો મેસેજ છે. 18 કરોડ રૂપિયા ખતમ કરવામાં 18 કલાક પણ નહીં લાગે. પરંતુ હું એ ખુલાસો કરવા માંગુ છું કે આ રૂપિયા ફક્ત જરૂરિયાતમંદ વ્યક્તિઓને જ મળ્યા છે.

sonu sood

ગેરકાયદેસર રીતે વિદેશી રૂપિયા પ્રાપ્ત થવાના આરોપ પર સોનુએ જણાવ્યું કે મે મારા ખાતામાં એક પણ ડોલર નથી લીધું, આ રૂપિયા સીધા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યા છે. કેટલાક પક્ષોએ આ દરોડાને આમ આદમી પાર્ટી (આપ) સાથે જોડી દીધુ છે, તેના પર સોનુએ જણાવ્યું કે હું આપ સાથે નથી જોડાવવાનો. તમે મને કોઇ પણ રાજ્યમાં બોલાવી લો- કર્ણાટક, ગુજરાત. હું તરત જઇશ. મે તમામ રાજ્યોમાં કામ કર્યું છે- જા રાજ્યોમાં ભાજપ, કોંગ્રેસની સરકાર છે.

સોનુને બે પક્ષોએ રાજ્યસભાની બેઠક ઓફર કરી

ત્યારબાદ સોનુ સુદે ટ્વીટર પર પોતાની વાત રાખતા જણાવ્યું કે દરેક વખતે તમારા તમારી તરફની સ્ટોરી નથી કહેવી પડતી. સમય બતાવશે. ‘કર ભલા, હો ભલા, અંત ભલે કા ભલે’. મારી યાત્રા ચાલુ રહેશે. જય હિંદ એક ઇન્ટરવ્યૂમાં સોનુ સુદે ખુલાસો કર્યો કે તેને બે પાર્ટી તરફથી રાજ્યસભાની સીટ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ફગાવી દીધી. સોનુ સુદે જણાવ્યું કે તેમણે જે દસ્તાવેજ માંગ્યા, અમે એ આપ્યા. તેમણે જે પણ પ્રશ્નો પૂછ્યા, મે તેના જવાબો આપ્યા. મે મારું કામ કર્યું, તેમણે પોતાનું. તેમણે જે પણ પ્રશ્ન ઉઠાવ્યા, અમે તેમના દરેક પ્રશ્નોના જવાબ દસ્તાવેજ સાથે આપ્યા. આ જ મારી ફરજ છે. અમે હજુ પણ તેમને દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

Read Also

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!