GSTV

BIG NEWS: ઈન્કમ ટેક્સ વિભાગનો દાવો, સોનુ સુદ 20 કરોડથી વધારેની ટેક્સચોરીમાં શામેલ, 20 ઠેકાણા ફંફોળી નાખ્યા

Last Updated on September 18, 2021 by Pravin Makwana

બોલિવૂડમાંથી તાજેતરમાં મોટા સમાચાર આવ્યા છે. બોલિવૂડ અભિનેતા સોનુ સુદના ઘરે ગત રોજ ઈન્કમ ટેક્સનો સર્વે ખતમ થઈ ગયો છે. ત્યાર બાદ એક મોટી ખબર સામે આવી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સોનુ સુદ 20 કરોડથી વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું ઈન્કમ ટેક્સ વિભાગનું કહેવુ છે.

આવક વિભાગે આજે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, સતત ત્રણ દિવસ સુધી તેમના મુંબઈ સ્થિત આવેલા ઘરે સર્વે દરમિયાન જાણવા મળ્યુ છે કે, અભિનેતા 20 કરોડની ટેક્સ ચોરીમાં શામેલ છે.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ 48 વર્ષિય સોનૂ સુદે હાલમાં જ મુખ્યમંત્રી કેજરીવાલ સાથે આમ આદમી પાર્ટીની સરકાર સાથે જોડાણ કર્યું હતું. જે બાદ તેના ઘરે દરોડા શરૂ થઈ ગયા છે.

આવક વિભાગનું કહેવુ છે કે, સોનૂ સુદે બિન લાભકારી વિદેશી દાતાઓ પાસેથી આવતા ફંડના કાયદાનું ઉલ્લંઘન કર્યુ છે. તેણે આ કાયદો તોડીને ક્રાઉડફંડીગ પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને 2.1 કરોડથી વધારે રૂપિયા મેળવ્યા હતા. જે આ પ્રકારની લેવડદેવડને નિયંત્રિત કરે છે.

સોનૂ સુદ વિરુદ્ધ ચોરી સંબંધિત દસ્તાવેજો મળ્યા

આ સાથે જ આવક વિભાગનું કહેવુ છે કે, અભિનેતા અને તેમના સહયોગીઓના અન્ય ઠેકાણા પર તપાસ કરતા ટેક્સ ચોરી સંબંધિત વાંધાજનક પુરાવા મળ્યા છે.

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!