Corona સંકટ સામે લડવા માટે ઘણા સ્ટાર્સ હાલ સરકારને પોતાની રીતે આર્થિક સહાય પહોંચાડી રહ્યા છે. તેવામાં સોનૂ સૂદ પણ બાકાત રહ્યો નથી. સોનૂ સૂદ મુંબઇના જુહુ વિસ્તારમાં એક હોટલ ધરાવે છે.તેણે પોતાની આલિશાન હોટલ Corona સંક્રમિતના બચાવમાં રાત-દિવસ કામ કરી રહેલા મેડિકલ સ્ટાફને આપવાનો ફેંસલો કર્યો છે. સોનૂએ સત્તાવાર રીતે આની ઘોષણા કરી છે. તેણે કહ્યું હતું કે મેં રિયલ હીરોઝ દરવાજા ખોલી નાખ્યા છે.

સોનૂ સુદે મુંબઇના જુહુમાં આવેલી હોટલમાં ડાકટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફને રહેવા માટે સગવડ કરી આપી છે. સોનૂએ કહ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિમાં દેરેક સાથે રહીને પોતાની રીતે જે યથાયોગ્ય મદદ થાય તે કરવાની છે. પોતાનો જીવ સંકટમાં મુકીને લાખોના જીવ માટે તત્પર રહેતા ડાકટર્સો, નર્સો અને પેરા મેડિકલ સ્ટાફ માટે થોડું ઘણું કરવું પણ મારા માટે સમ્માનની વાત છે. હું આ રિયલ હીરોઝ માટે મારી હોટલના દરવાજા ખોલીને વાસ્તવમાં ખુશ અને સંતુષ્ટ છું.


ઉલ્લેખનીય છે કે,આ પહેલા શાહરૂખ ખાન અને ગોરી ખાને પણ પોતાની ચાર મજલા ઓફિસ વૃદ્ધો, બાળકો અને મહિલાઓના ક્વોરોનટાઇન માટે મહારાષ્ટ્ર સરકારને આપી છે.
Read Also
- શું તમારા UIDAI અને PAN CARDમાંથી નથી લેવાઈ રહી નકલી બેન્ક લોન ? આ રીતે કરો તપાસ
- રસીકરણ મહાઅભિયાન: પહેલા તબક્કામાં કોને મળશે અને કોને નહિ!, શું છે ગાઇડલાઇનમાં નિયમો
- CORONA VACCINE: નોર્વેમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત, ફાઈઝરની રસી ઉપર ઉઠ્યા સવાલો
- આજથી શરૂ થશે રસીકરણ મહાઅભિયાન, 287 કેન્દ્રો પર અપાશે રસી, 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓને મળશે લાભ
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા