GSTV
Bollywood Entertainment Trending

દિવ્યા ખોસલાના આક્ષેપો બાદ સોનુ નિગમનો વળતો પ્રહાર, મજેદાર કેપ્શન સાથે શેર કર્યો Video

સોનુ

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં સગાવાદ અને માફીયાગીરીના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સિંગર સોનુ નિગમે એવો આક્ષેપ કર્યો હતો કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની હાલત તો તેનાથી પણ બદતર છે. સોનુ નિગમે આ માટે ટી સિરીઝની ભુષણકુમાર સામે પણ ઘણા આરોપો લગાવ્યા હતા અને સંગીત ઉદ્યોગમાં તે માફીયા ચલાવે છે તેમ કહ્યું હતું. જેની સામે ભૂષણકુમારની પત્ની દિવ્યા ખોસલા ભડકી ગઈ છે. તેણે સોનુને આકરા જવાબો આપ્યા હતો. તેણે તો એટલે સુધી કહ્યું હતું કે સોનુ નિગમ અને અબુ સાલેમ વચ્ચેના સંબંધોની પણ તપાસ થવી જોઇએ. આ અંગે દિવ્યા ખોસલાએ એક વીડિયો જારી કર્યો હતો. 12 મિનિટના આ વીડિયોમાં તેણે સોનુ નિગમન લગભગ તમામ આરોપો સામે ખુલાસા કર્યા હતા.

View this post on Instagram

I think she forgot to open her comments. Let's help her in that.

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on

દિવ્યાને સોનુએ આપ્યો જબરદસ્ત જવાબ

હવે ખુદ સોનુ નિગમે જ દિવ્યાના વીડિયો પર પોતાનો જવાબ આપ્યો છે. તેણે આ વીડિયો શેર કરીને રસપ્રદ કેપ્શન લખી છે. તેણે લખ્યું છે કે દિવ્યા ખોસલાની કમેન્ટ. મને લાગે છે કે તે પોતાની કમેન્ટ ખોલવાનું ભૂલી ગઈ છે. આવો હું તમારી મદદ કરું.

સોનુ નિગમ

આ સાથે સોનુ નિગમે દિવ્યા ખોસલાને ટ્રોલ કરી હતી. વીડિયોના અંતમાં ભગવત ગીતાનો ઉલ્લેખ કરાયો છે. દિવ્યાએ કહ્યું હતું કે સોનુજી તમે તો મોટા કલાકાર છો તમે અત્યાર સુધીમાં કેટલાને તક આપી છે. તમને તો ઘણા લોકો કહેતા હશે કે અમને ટી સિરીઝ સાથે મેળવી આપો. તમે અમારી પાસે કેટલાને લઈને આવ્યા છો. તમે તો ક્યારેય કોઈને તક આપવાની ભલામણ કરી જ નથી. તમે તમારી જાતને બાદ કરતાં ઇન્ડસ્ટ્રીમાં કોઈને તક આપી જ નથી.

Read Also

Related posts

શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય

Hemal Vegda

મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ

Karan

અતિઅગત્યનું/ આધાર સાથે જોડાયેલી આ બે મોટી સેવાઓ UIDAI એ કરી નાંખી બંધ, તમારા પર પડશે સીધી અસર

Karan
GSTV