GSTV

‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’નું ટ્રેલર થયું રિલિઝ, ફરી ધમાલ કરવા તૈયાર છે ‘પ્યાર કા પંચનામા’ ટીમ

Last Updated on December 20, 2017 by Bansari

લવ રાજનના ડાયરેક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’નું સત્તાવાર ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કાર્તિક આર્યન, નુસરત ભરુચા અને સની સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એવા બે બેસ્ટ ફ્રેન્ડઝની છે, જેમાંથી એકને ગર્લફ્રેન્ડ મળી જાય છે અને તે તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ જાય છે.

હવે બીજો ફર્ન્ડ સોનૂ પોતાના બેસ્ટ ફ્રેન્ડ ટીટૂની ગર્લફ્રેન્ડને લઇને પરેશાન છે કારણ કે તે યુવતી ખૂબ જ સરળ સ્વભાવની છે. સોનૂને શંકા છે કે દાળમાં કંઇક કાળું છે. જ્યારે સ્વીટીને એ વાતની જાણ થાય છે કે સોનૂ પોતાના ફ્રેન્ડને લઇને ખૂબ જ ડિફેન્સીવ છે તો સોનૂ અને સ્વીટી વચ્ચે ટક્કર થઇ જાય છે.

હવે બંને જીતવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે, તેમાંથી આ ફિલ્મમાં કોમેડીનો તડકો લાગે છે. પ્યાર કા પંચનામાં અને પ્યાર કા પંચનામા 2ના મેકર્સ દ્વારા બનાવાયેલી આ ફિલ્મમાં ફરી વખત એ જ સ્ટાર કાસ્ટ જોવા મળશે પરંતુ આ  ફિલ્મ અગાઇની ફિલ્મ કરતાં હટકે હશે તેનો અંદાજ આ ફિલ્મનું ટ્રેલર જોઇને લગાવી શકાય છે.

 

Related posts

BOB Recruitment 2021: ગ્રેજ્યુએશન પાસ યુવાનો માટે બેંક ઓફ બરોડામાં પડી છે ભરતી, આ તારીખ પહેલા કરી નાખજો અરજી

Pravin Makwana

માલામાલ/ 8.86 રૂપિયાનો આ શેર થયો 886 રૂપિયાનો, રોકાણકારોના 1 લાખ બની ગયા 1 કરોડ, તમારે પાસે છે કે નહીં?

Bansari

નવાબ મલિકનો ચોંકાવનારો દાવો: પરમબીર અને વાજેએ રચ્યું હતું એન્ટિલિયાનું કાવતરું, ફેક એન્કાઉન્ટરનો પણ હતો પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!