GSTV

Sonu Ke Titu Ki Sweety ફિલ્મનું બીજુ રોમેન્ટિક સોન્ગ થયું રિલિઝ

Last Updated on January 3, 2018 by Bansari

9 ફેબ્રુઆરીના રોજ રિલિઝ થવા જઇ રહેલી ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીનું બીજુ સોન્ગ રિલિઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં પ્યાર કા પંચનામાની સ્ટારકાસ્ટ કાર્તિક આર્યન, નુસરત ભરુચા અને સની સિંહ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

‘સુબહ સુબહ’ નામના આ ગીતને પોતાનો કંઠ આપ્યો છે જાણીતા સિંગદર અરિજિત સિંહ અને પ્રકૃતિ કક્કડે. આ સોન્ગને અમાલ મલિકે કમ્પોઝ કર્યું છે. આ સોન્ગના લિરિક્સ જેટલાં સુંદર છે તેટલું જ સુંદર આ સોન્ગનું મ્યુઝીક છે.

લાંબી બીમારી બાદ હની સિંહે આ ફિલ્મના ‘દિલ ચોરી સાડ્ડા’ સોન્ગ દ્વારા ધમાકેદાર કમબેક કર્યું છે. આ સોન્ગ પણ તાજેતકૉરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું.

લવ રાજનના ડાયરેક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’નું સત્તાવાર ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કાર્તિક આર્યન, નુસરત ભરુચા અને સની સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એવા બે બેસ્ટ ફ્રેન્ડઝની છે, જેમાંથી એકને ગર્લફ્રેન્ડ મળી જાય છે અને તે તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ જાય છે.

હવે બીજો ફર્ન્ડ સોનૂ પોતાના બેસ્ટ ફ્રેન્ડ ટીટૂની ગર્લફ્રેન્ડને લઇને પરેશાન છે કારણ કે તે યુવતી ખૂબ જ સરળ સ્વભાવની છે. સોનૂને શંકા છે કે દાળમાં કંઇક કાળું છે. જ્યારે સ્વીટીને એ વાતની જાણ થાય છે કે સોનૂ પોતાના ફ્રેન્ડને લઇને ખૂબ જ ડિફેન્સીવ છે તો સોનૂ અને સ્વીટી વચ્ચે ટક્કર થઇ જાય છે.

હવે બંને જીતવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે, તેમાંથી આ ફિલ્મમાં કોમેડીનો તડકો લાગે છે. પ્યાર કા પંચનામાં અને પ્યાર કા પંચનામા 2ના મેકર્સ દ્વારા બનાવાયેલી આ ફિલ્મમાં ફરી વખત એ જ સ્ટાર કાસ્ટ જોવા મળશે પરંતુ આ  ફિલ્મ અગાઇની ફિલ્મ કરતાં હટકે હશે તેનો અંદાજ આ ફિલ્મનું ટ્રેલર જોઇને લગાવી શકાય છે.

Related posts

હદ છે યાર/ લખનઉમાં ચોર ટોળકીએ ખતરનાક પ્લાન બનાવી વિમાનના ટાયર ચોરી લીધા, પોલીસને જાણ થતાં હોબાળો મચી ગયો

Pravin Makwana

આરોગ્ય/ સવારે ઉઠતા વેંત ચા પીવાની છે આદત? આ નુકસાન જાણશો તો તરત જ છોડી દેશો આદત

Bansari

50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, 5 લાખ સુધી થશે કમાણી; સરકાર આપશે 40% સબસિડી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!