GSTV

‘ટીટૂ’ના ‘સોનૂ’ની ખુલી ગઇ કિસ્મત, ફિલ્મ હિટ થતાં જ મળ્યો કરીનાનો સાથ

Last Updated on March 26, 2018 by Bansari

આશરે એક મહિના પહેલા રિલિઝ થયેલી ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી‘એ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરતાં જ મોટી-મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. સ્મૉલ બજેટ ફિલ્મના હિટ થતાં જ તેની સ્ટાર કાસ્ટ પણ લાઇમ લાઇટમાં આવી ગઇ છે. તેનો સૌથી મોટો ફાયદો ફિલ્મના સોનૂ એટલે કે કાર્તિક આર્યનને મળ્યો છે. અગાઉ તે પ્યાર કા પંચનામા ફિલ્મમાં જોવા મળ્યો હતો.

ફિલ્મની સફળતા બાદ કાર્તિકને મોટી ફિલ્મોની સાથે મોટા ઇવેન્ટ્સની પણ ઑફર્સ મળી રહી છે. તાજેતરમાં જ સિંગાપોરમાં આયોજિત સમન ફેશન ઇવેન્ટમાં તેને કરીના કપૂર સાથે રેડ કાર્પેટ પર વૉક કરવાની તક મળી.

આ દરમિયાન કરીના સાથે તેની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી હતી. શો બાદ તેમણે બિહાઇન્ડ ધ રેડ કાર્પેટ નેક ફોટો ક્લિક કરાવ્યાં જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટી હજુ પણ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં કાર્ચિક ઉપરાંત નુસરત ભરૂચા અને સોનૂ લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે.

#kartikaaryan #kareenakapoorkhan walks for @manishmalhotra05

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ ઇવેન્ટમાં કરીના સિલ્વર લુકમાં જોવા મળી. તેણે ફ્લોરલ ડિઝાઇનમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો. કરીના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ડિઝાઇનર કલેક્શનને શૉ કરવા માટે રેમ્પ પર ઉતરી હતી.

#kareenakapoor #kartikaaryan #manishmalhotra

A post shared by Trending Topic (@trendingtopic05) on

કરીનાની સાથે કાર્તિક આર્યન બ્લેક શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

Related posts

50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, 5 લાખ સુધી થશે કમાણી; સરકાર આપશે 40% સબસિડી

Damini Patel

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!