GSTV
Mumbai Trending

લાલબત્તી સમાન કિસ્સો/ પુત્રનો PUBG પ્રેમ માતાને પડ્યો ભારે, એક જ ઝાટકે ખાતામાંથી ઉપડી ગયાં 10 લાખ!

pubg

તરુણોમાં પબ-જી (PUBG)ગેમ પ્રત્યેનું આકર્ષણ કોઈ રીતે ઓછું થતું નથી. અંધેરીનો એક તરુણ આ ગેમનો એવો વ્યસની બની ગયો હતો કે તેણે પબ-જી (PUBG)ગેમના આઈડી અને યુસી મેળવવા તેની માતાની જાણ બહાર તેના ખાતામાંથી ૧૦ લાખ રૃપિયા ખર્ચી કાઢયા હતા. તરુણે માતાના ખાતામાંથી આ પૈસા કાઢયા બાદ માતા- પિતા વઢશે તેવા ડરથી તે ઘર છોડી ભાગી ગયો હતો પણ પોલીસે તેને શોધીને તાબામાં લીધો છે.

pubg

પબ-જી ગેમ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં અમુક જણ વિવિધ યુક્તિ અને પર્યાય વાપરી આ ગેમ રમે જ છે. તરુણો પર તો આ ગેમ એવો જાદુ કર્યો છે કે અમુક તરુણો દિવસ- રાત આ ગેમ રમી તેમના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી રહ્યા છે. અનેક યુવાનોને આ ગેમ રમવાનું રીતસર વ્યસન થઈ ગયું છે.

અંધેરીનો તરુણ પણ તેનો મોટાભાગનો સમય આ ગેમ રમવા પાછળ વેડફતો હતો. તેને ગેમનું એવું જબરું વ્યસન લાગ્યું કે તેણે ગેમની આઈડી અને યુસી મેળવવા માતાના ખાતામાંથી દસ લાખ રૃપિયાની રકમ વાપરી નાંખી. તરુણે આ રકમ વાપરી દીધા બાદ માતા- પિતા ભારે ગુસ્સો કરશે તેવા ડરથી એક પત્ર લખી તેણે ઘર છોડી દીધું હતું.

PUBG

આ ઘટના બાદ તરુણના માતા- પિતાએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે તરુણની શોધ આદરી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તરુણને મહાકાળી- ગુફા, એમઆઈડીસી વિસ્તારમાંથી શોધી કાઢયો હતો. ત્યારબાદ પોલીસે તરુણને તેના પરિવારજનોને સોંપી દીધો હતો.

આ ઘટના પરથી બાળકો અને તરુણોમાં પબ-જી અને તેના જેવા ગેમ પ્રત્યેનું આકર્ષણ કેટલું વધી ગયું છે તે જાણવા મળે છે. તેથી વાલીઓએ તેમના બાળકોને પબ-જીથી દૂર રાખવા વિશેષ પ્રયત્ન કરવાની જરૃર ભાસી રહી છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV