GSTV
Home » News » CWC : સોનિયાએ ‘પીડા’ મનમોહને ‘અર્થવ્યવસ્થા’ને લઈ પીએમ મોદી પર પ્રહાર કર્યા

CWC : સોનિયાએ ‘પીડા’ મનમોહને ‘અર્થવ્યવસ્થા’ને લઈ પીએમ મોદી પર પ્રહાર કર્યા

Sonia Gandhi cwc

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં મોદી સરકારની નીતિઓને પર આકરા પ્રહાર કરાયા હતા. સોનિયા ગાંધીએ મોદી સરકારના રાજમાં દેશહિત સાથે બાંધછોડ થયાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશ હિત સાથે બાંધછોડ કરીને રાજકારણ રમાઇ રહ્યું છે. સાથે જ તેમણે મોદીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી ખુદને પીડિત બતાવી રહ્યા છે. પણ હકીકતમાં ખુદ જનતા પીડિત છે.

આ ઉપરાંત પૂર્વ પીએમ મનમોહનસિંહે પણ મોદી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે અર્થતંત્રને લઇને કહ્યુ કે સરકારની ખોટી નીતિઓને કારણે દેશની અર્થ વ્યવસ્થા નબળી પડી છે. તેમણે મોદી સરકાર ખોટો પ્રચાર કરી રહી હોવાનુ જણાવી યુપીએ સરકારે કરેલા કામોને જનતા સુધી પહોંચાડવામાં ભાર મૂકવાનુ પણ સૂચન આપ્યુ હતુ. મહત્વનું છે કે વર્કિગ કમિટીની બેઠક પહેલા પુલવામા આતંકી હુમલાના શહીદોને મૌન રાખીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

READ ALSO

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત

Bansari

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!