GSTV

ચિઠ્ઠી લખનારા ગ્રૂપ-23ના નેતાઓ સાથે મીટિંગ કરી રહી છે સોનિયા ગાંધી, નવા કોંગ્રેસ અધ્યક્ષ પર ચર્ચા?

Last Updated on December 19, 2020 by Karan

કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાનું પદ છોડી દે. તેઓ પાર્ટીને એવા 23 નેતાઓ સાથે મીટિંગ કરી રહ્યા છે. જેમણે ઓગસ્ટ મહિનામાં ચિઠ્ઠી લખીને વિવાદ ઊભો કર્યો હતો. કહેવાઈ રહ્યું છે કે સોનિયા ગાંધી કોંગ્રેસને નવા પ્રમુખ આપવાનું મન બનાવી ચૂકી છે. અને તે આ મીટિંગમાં ગ્રુપ 23ને પોતાની ભાવનાઓથી અવગત કરાવશે.

સોનિયા ગાંધી કોની ઉપર કોંગ્રેસ નેતૃત્વ માટે કોના પર ભરોશો મુકશે

એવામાં સવાલ એ ઉઠે છે કે આખરે સ્થાનિક નગરપાલિકાઓથી લઈને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં લગાતાર સતત મળી રહેલી હાર દરમિયાન પાર્ટીમાં નવી જાન પૂંકવા માટે ખૂબજ મહત્ત્વની જવાબદારી કોના ખભે રાખી શકાય. આખરે સોનિયા ગાંધી કોની ઉપર કોંગ્રેસ નેતૃત્વ માટે કોના પર ભરોશો મુકશે. આ સવાલ ઊભા થઈ રહ્યા છે . કારણ કે રાહુલ ગાંધી બાબતમાં કહેવાઈ રહ્યું છે કે તેઓ માન મનોબળના તમામ પ્રયાસો છતાં હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે રાજી નથી.

આ વખતે પાર્ટીની કમાન ખરેખર ગાંધી પરિવારથી બહાર કોઈ અન્ય વ્યક્તિના હાથમાં સોંપી દેવાશે.

બીજી બાજુ ઓગસ્ટ મહિનામાં 23 મોટા નેતાઓએ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તન કરવા માટે માંગ કરતી ચીઠ્ઠી લખીને સોનિયા ગાંધી પર દબાણ વધારી દીધું હતું. ત્યારથી કોંગ્રેસ ગ્રૂપ 23 કહેનારાઓમાં શામેલ ગુલામનબી આઝાદ, કપીલ સિબ્બલ જેવા નેતાઓ ચિઠ્ઠી પ્રકરણ બાદ પણ પાર્ટી નેતૃત્ત્વને ખૂ્ંચે તેવા સવાલો પૂછવામાંથી બાકાત નથી રહેતા. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીમાં સાંગઠનિક બદલાવને પણ અંજામ આપવામાં આવી શકે છે. પરંતુ શું આ વખતે પાર્ટીની કમાન ખરેખર ગાંધી પરિવારથી બહાર કોઈ અન્ય વ્યક્તિના હાથમાં સોંપી દેવાશે.?

આ કોંગ્રેસી નેતાઓ સાથે સોનિયા ગાંધીની ચાલી રહી છે મીટિંગ

1 ગુલામ નબી આઝાદ રાજ્યસભામાં વિપક્ષી નેતા
2 કપિલ સિબ્બલ પૂર્વ કેન્દ્રીય મંત્રી
3 શશી થરૂર તિરુવનંતપુરમના સાંસદ
4 મનીષ તિવારી શ્રી આનંદપુર સાહિબના સાંસદ
5 આનંદ શર્મા રાજ્યસભાના સાંસદ
6 પીજે કુરિયન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ
7 રેણુકા ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી
8 મિલિંદ દેવડા મુંબઇ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ
9 મુકુલ વાસનિક પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ પક્ષના નેતા
10 જિતિન પ્રસાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન
11 ભૂપેન્દ્રસિંહ હૂડા હરિયાણાના ભૂતપૂર્વ સીએમ, વરિષ્ઠ નેતા
12 રાજિંદર કૌર ભટ્ટલ પંજાબના પૂર્વ સીએમ
13 એમ વીરપ્પા મોઇલી પૂર્વ કેન્દ્રીય પ્રધાન
14 પૃથ્વીરાજ ચવ્હાણ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ
15 અજયસિંહ પાર્ટીના વરિષ્ઠ નેતા
16 રાજ બબ્બર યુપી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ
17 અરવિંદર સિંહ લવલી દિલ્હીના નેતા
18 કૌલસિંહ ઠાકુર હિમાચલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ
19 અખિલેશ પ્રસાદસિંહ બિહાર ચૂંટણી પ્રચારના વડા
20 કુલદીપ શર્મા હરિયાણા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ
21 યોગાનંદ શાસ્ત્રી દિલ્હી વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ
22 સંદીપ દિક્ષિત, દિલ્હીના પૂર્વ સાંસદ અને દિવંગત શીલા દીક્ષિતના પુત્ર
23 વિવેક ટંખા રાજ્યસભાના સાંસદ

ગાંધી પરિવારના કોઈ નજીકના અને ભરોસાપાત્ર વ્યક્તિને આ જવાબદારી આપી શકે

હાલમાં જ બિહાર વિધાન સભામાં કોંગ્રેસના સાથી દળ રહેલા રાષ્ટ્રીય જનતાદળના દિગ્ગજ નેતા શિવાનંદ તિવારી પણ આલોકોમાંના એક છે. સંભવત તે એટલા માટે રાહુલ ગાંધી પર હુમલો કરી રહ્યા છે જેથી સોનિયા પર ગઠબંધનના સાથીઓની ભાવનાઓના દબાણમાં આવીને કોઈ મોટું પગલું ભરે અને કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવે તેવી પણ સંભાવના છે. ગત વર્ષે કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધીએ ગાંધી પરિવારથી બહારના કોઈ વ્યક્તિને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે મુકુલ વાસનિક, મીરાકુમાર જેવા કેટલાક નેતાઓના નામની પણ ચર્ચા થઈ રહી હતી. જો રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે તૈયાર નથી તો પરિવારના બહારના કોઈ નેતાને પાર્ટીની કમાન આપવા પર મંથન થઈ શકે છે. એવામાં ગાંધી પરિવારના કોઈ નજીકના અને ભરોસાપાત્ર વ્યક્તિને આ જવાબદારી આપી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!