GSTV
India ટોપ સ્ટોરી

રાષ્ટ્રપતિ ચૂંટણી : રાજનાથસિંહ અને વેંકૈયા નાયડુની સોનિયા ગાંધી સાથે મુલાકાત

આગામી જૂલાઇ માસમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઇને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની કમિટીના બે સદસ્યો વેકૈયા નાયડુ અને રાજનાથસિંહ દિલ્હી ખાતેના 10 જનપથ પહોંચ્યા હતા. અહીં વેંકૈયા નાયડુ અને રાજનાથસિંહ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાતમાં ગુલામ નબી આઝાદ અને મલ્લિકાર્જૂન ખડગે પણ હાજર હતા. બેઠક બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે બેઠકમાં ભાજપના નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોનું નામ આપવામાં આવ્યું નથી. ભાજપના બંને નેતાઓ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિપક્ષ તરફથી ઉમેદવારનું નામ પુછવામાં આવ્યું હતું. આઝાદે કહ્યું છે કે પહેલા ઉમેદવારનું નામ આવે પછી સંમતિની વાત આવે છે. કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે કે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી સર્વસંમતિથી થાય. ભાજપના નેતાઓની સાથેની મુલાકાત પહેલા ગુરુવારે સોનિયા ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી છે.

સોનિયા ગાંધી સાથે મુલાકાત કરનારા કોંગ્રેસના નેતાઓમાં મલ્લિકાર્જૂન ખડગે, ગુલામ નબી આઝાદ અને અહમદ પટેલ સામેલ હતા. સૂત્રો મુજબ આ બેઠકામાં સોનિયા ગાંધીની એનડીએ નેતાઓ સાથેની મુલાકાતમાં સંભવિત પ્રતિક્રિયાને લઈને ચર્ચા થઈ છે. કોંગ્રેસને આશા છે કે બે પ્રકારની રણનીતિ સાથે એનડીએના નેતાઓ આવે તેવી શક્યતા છે. પહેલું તો તેઓ કોઈ નામ સૂચવીને સોનિયા ગાંધીનો અભિપ્રાય માંગી શકે છે. બીજું તેઓ કહી શકે છે કે તેમની પાસે જનમત છે. આ માટે તેઓ નક્કી કરે તે ઉમેદવારને વિપક્ષ પોતાનું સમર્થન આપે.

આ પહેલા ભાજપની ટીમે બીએસપીના સાંસદ સતીષચંદ્ર મિશ્રા, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ અને સીપીએમના મહસચિવ સીતારામ યેચુરી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઉમેદવાર બાબતે વિચારણા કરવા માટેની ઉપસમિતિની બુધવારે યોજાયેલી બેઠકમાં કોઈ નામ પર નિર્ણય કરી શકાયો નથી. સૂત્રો મુજબ સોનિયા ગાંધીએ નક્કી કર્યું છે કે તેઓ કોઈ સીધો જવાબ એનડીએના નેતાઓને આપશે નહીં. પરંતુ તેઓ વિપક્ષની 17 પાર્ટીઓ સાથે વાતચીત બાદ નિર્ણય કરશે તેવું જણાવે તેવી શક્યતા છે.

સોનિયા ગાંધીનું માનવું છે કે કોંગ્રેસ પહેલેથી આ મુદ્દા પર 17 વિપક્ષી દળો સાથે ચર્ચા કરી રહી છે, તેથી તેઓ સૌની સાથે વાતચીત કરીને વિપક્ષ સામુહિક નિર્ણય કરશે. સૂત્રો મુજબ એનડીએના નેતાઓ સાથેની મુલાકાત બાદ સોનિયા ગાંધી 20 અથવા 21 જૂને ફરી એકવાર 17 વિપક્ષી દળોની બેઠક બોલાવશે. તેમાં સોનિયા ગાંધી સહીતના તમામ નેતાઓ પોતપોતાના અભિપ્રાય રજૂ કરશે. કારણ કે એનડીએના નેતા સોનિયા ગાંધી સિવાય અન્ય વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરવાના છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

Related posts

GUJARAT ELECTION / દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં 14 ટકા ઓછું મતદાન, પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી

Kaushal Pancholi

LIVE! ગુજરાત ચૂંટણી/ સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન

pratikshah

મતદાનના રેકોર્ડ / જાણો ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન ક્યાં અને ક્યારે નોંધાયું હતું

Nakulsinh Gohil
GSTV