પાંચ રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ, પ્રભારીઓ અને પાર્ટી મહાસચિવોની સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે આપણે વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને બાજુ પર મુકીને ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવો જોઈએ. આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા પણ હાજર રહ્યા.

સોનિયા ગાંધીના મહાસચિવો અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષોને જણાવ્યું કે આપણે વૈચારિક સ્વરૂપે ભાજપ અને આરએસએસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખોટા એજન્ડાથી લડવાનું છે. આ લડાઈને જીતવી હોય તો દ્રઢ સંકલ્પની સાથે આપણે આગળ વધવું પડશે અને લોકોની સમક્ષ સત્ય લાવવું પડશે.. સોનિયા ગાંધીએ પાર્ટી કાર્યકરોને કહ્યું કે પાર્ટીની અંદર એક્તાની ઘણી ખામી છે. હું ફરીથી કહું છું કે અનુશાસન અને એકતા સર્વોપરી છે. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા. આપણા લોકતંત્ર અને બંધારણની જેમ જૂઠ્ઠાણાને ઓળખવા તથા તેનો મુકાબલો કરવાની સાથે શરૂ થાય છે.. આપણે ભાજપના જુઠ્ઠાણાને ખતમ કરવાનું છે.
Meeting of General Secretaries, In-charges & PCC Presidents, led by Congress President Smt. Sonia Gandhi & Shri @RahulGandhi, to discuss INC membership program, Jan Jagran Abhiyan & upcoming elections. pic.twitter.com/JZZid2s8yt
— Congress (@INCIndia) October 26, 2021
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ફરી પાર્ટીમાં બાગી તેવર અપનાવી રહેલા નેતાઓને ધ્યાનમાં રાખીને આડકતરી રીતે શિખામણ આપી છે.
આજે સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવ, રાજ્યોના પ્રમુખો તેમજ પ્રદેશ પ્રભારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પાર્ટીના સદસ્યતા અભિયાન, મોંઘવારી મુદ્દે પાર્ટી દ્વારા શરૂ થનારા અભિયાન તેમજ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પર ચર્ચા થઈ હતી.
સોનિયાએ જોકે બાગી તેવર અપનાવનાર નેતાઓને ધ્યાનમાં રાખીને કહ્યુ હતુ કે, વ્યક્તિગત મહત્વકાંક્ષાથી ઉપર ઉઠીને પાર્ટીને મજબૂત બનાવવા પર તમામનુ ધ્યાન હોવુ જોઈએ.
તેમણે કહ્યુ હતુ કે, આપણે ભાજપ અને આરએસએસના સમાજમાં દ્વેષ ફેલાવતા અભિયાન સામે વૈચારિક લડાઈ લડવાની છે. આ લડાઈ જીતવી હશે તો લોકો સમક્ષ તેમના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવો પડશે. જો કોઈ સંગઠને અન્યાય સામે સફળ થવુ હશે તો તેણે હાંસિયા પર ધકેલાયેલા લોકોના અધિકારીઓ માટે લડવુ પડતુ હોય છે અને જમીન પર પ્રભાવશાળી આંદોલન ચલાવવુ પડતુ હોય છે.
આ બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા હતા. કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી નવા સભ્ય બનાવવાનુ અને 14 થી 29 નવેમ્બર વચ્ચે મોંઘવારી સામેનુ અભિયાન છેડવામાં આવનાર છે.
ALSO READ
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા
- અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?