GSTV
Home » News » સોનિયા ગાંધીના જમાઈરાજાના નામે FIR, રોબર્ટ વાડ્રાએ રાજનૈતિક સ્ટંટ ગણાવ્યો

સોનિયા ગાંધીના જમાઈરાજાના નામે FIR, રોબર્ટ વાડ્રાએ રાજનૈતિક સ્ટંટ ગણાવ્યો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ ગુરુગ્રામના ખેડકીદૌલામાં જમીન ખરીદીમાં છેતરપિંડી મામલે પોતાની સામે નોંધાયેલી એફઆઈઆરને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે. રોબર્ટ વાડ્રાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે દેશના સળગતા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે.

હરિયાણાના ગુરુગ્રામમાં જમીન ખરીદી મુદ્દે સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા ફરી એક વખત વિવાદમાં ફસાયા છે. ગુરુગ્રામના ખેડકીદૌલામાં જમીન ખરીદી મામલે રોબર્ટ વાડ્રા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડાની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. એફઆઈઆરમાં આરોપ લગાવાયો છે કે રોબર્ટ વાડ્રાએ પોતાના રાજકીય પ્રભાવ અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની સાથે મિલીભગત કરીને છેતરપિંડી કરી છે. વાડ્રાની કંપની સ્કાય લાઇટ લિમિટેડ. ડીએલએફ તેમજ ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ વિરૂદ્ધ પણ એફઆઇઆર નોંધવામાં આવી છે.

રોબર્ટ વાડ્રાએ પોતાની સામેની ફરિયાદને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો. રોબર્ટ વાડ્રાએ જણાવ્યું કે ચૂંટણીની મૌસમ છે. ઓઇલના ભાવ વધી રહ્યા છે. તેથી પ્રજાનું ધ્યાન અગત્યના મુદ્દાઓ પરથી ભટકાવવા માટે મારા એક દાયકા જૂના મુદ્દાને ઉછાળવામાં આવ્યા છે. આમાં નવું શું છે. તો ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ આ ફરિયાદને રાજકારણથી પ્રેરિત ગણાવી કેન્દ્ર અને હરિયાણા સરકાર પર આક્ષેપો કર્યા.

બીજી તરફ હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે આ મામલે દોષિતોને બક્ષવામાં નહીં આવે. અને ગુનેગારોને સજા જરૂર મળશે. ખટ્ટરે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધની તેમની લડાઇ ચાલુ છે.

ગુરુગ્રામની જમીન ખરીદીમાં ગેરરીતિ મામલે આઈપીસીની કલમ-420, 120બી, 467, 468 અને 471 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાય પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ની કલમ-13 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. એફઆઈઆર પ્રમાણે. તત્કાલીન મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડા દ્વારા 350 એકર જમીન 58 કરોડ રૂપિયામાં રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીને ફાળવવામાં આવી હતી. જેના કારણે વાડ્રાની બંને કંપનીઓને લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

Related posts

અમદાવાદ પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે, લાલ સહીથી વોન્ટેડ દર્શાવ્યો

Mayur

ગગનયાન ફક્ત માણસોને સ્પેસમાં મોકલવા માટે નથી, આ સહયોગની મિસાલ છે : ISRO ચીફ

Mansi Patel

Paytm માં KYC કરાવવાના ચક્કરમાં લાગી શકે છે લાખોનો ચૂનો, તળિયાઝાટક થઈ જશે અકાઉન્ટ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!