GSTV
Home » News » સોનિયા ગાંધી આજથી રાયબરેલીની બે દિવસની મુલાકાતે

સોનિયા ગાંધી આજથી રાયબરેલીની બે દિવસની મુલાકાતે

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજથી પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીની બે દિવસની મુલાકાતે છે.

સોનિયા ગાંધીના સત્તાવાર કાર્યક્રમ મુજબ તેઓ મંગળવારે સાંજે રાયબરેલી પહોંચશે. બાદમાં તેઓ ભુએમઉ ગેસ્ટ હાઉસમાં રોકાશે. અહીં તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ભવનનું ઉદ્ઘાટન પણ કરવાના છે. રાયબરેલી ખાતે સોનિયા ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત પણ કરવાના છે.

સોનિયા ગાંધી બુધવારે પણ રાયબરેલી ખાતે ગેસ્ટહાઉસમાંથી જ વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાની સાથે સ્થાનિક લોકો સાથે મુલાકાત પણ કરવાના છે.

બાદમાં તેઓ મુખ્ય પોસ્ટઓફિસમાં પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે અને બાદમાં બચત ભવનમાં આયોજિત જિલ્લા વિકાસ સમન્વય સમિતિની બેઠકની અધ્યક્ષતા પણ કરવાના છે. બુધવારે મોડી સાંજે તેઓ નવી દિલ્હી પાછા ફરશે.

 

Related posts

ગુજરાતના આ ગામના નિયમો છે અલગ, દારૂ પીતા પકડાયા તો આપવી પડશે આવી પાર્ટી

Kaushik Bavishi

વડોદરાના છાણીમાં ઈમારત ધરાશાયી થતાં 5 મજૂરો દટાયા, જર્જરીત થતાં અપાઈ હતી નોટિસ

Nilesh Jethva

દીપડાના હુમલાથી વૃદ્ધનું મોત થતા લોકોએ વન વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!