GSTV
India News ટોપ સ્ટોરી

અહો આશ્ચર્યમ! સોનિયા ગાંધી પોતાની જગ્યા છોડી હાર્દિક પટેલની પાછળ બેઠા

ongress Working Committee, પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતાં. આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં અનેક નેતાઓ તડકાથી પરેશાન થઈ ગયા હતાં. અડાલજનાં ત્રિમંદિર ખાતે ધોમધખતા તાપમાં પણ હજારોની જનમેદની હાજર રહિ હતી.

મંચ પર હાજર નેતાઓ પણ તડકાને કારણે પરેશાન થઈ ગયા હતાં. કોઈ નેતેઓ પોતાનાં માથઆ પર રૂમાલ ઢાંક્યો તો કોઈ કાગળની આડશ બનાવીને તડકાથી બચતા દેખાયા હતાં.   સોનિયા ગાંધી તડકાથી બચવા માટે પોતાની જગ્યા છોડીને પાછળની ખુરશી પર હાર્દિક પટેલની બાજુમાં બેસી ગયાં.

ગાંધીનગરમાં 32 ડિગ્રી તાપમાન વચ્ચે અનેક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતાં. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ખજાનચી અહેમદ પટેલે પોતાનાં માથા પર રૂમાલ ઢાંકીને તડકાથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

જન સંકલ્પ રેલી દરમિયાન કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ અને અંબિકા સોની પણ પરસેવાથી પલળી ગયા હતાં. અંબિકા સોનીએ પણ પોતાની ચુંદડી વડે માથાને ઢાંકી લીધું હતું.

આ રેલીમાં સોનિયા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાંવ્યું કે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન કરીને ગંદી રાજનીતી કરવામાં આવે છે. મોદી ખુદ પીડિત બનવાની કોશિશ કરી રહ્યા છે. જો કે અસલી પીડિતો તો દેશની જનતા છે.

CWC દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું જેમાં સાબરમતી આશ્રમમાં રાહુલ ગાંધી,સોનિયા ગાંધી અને ડો.મનમોહનસિંહ મંચ પર બેઠા હતાં. જ્યારે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સામાન્ય કાર્યકરોની હરોળમાં બેઠા હતાં.

READ ALSO

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

શ્રીનગર / સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સૈન્ય- આંતકીઓ વચ્ચે અથડામણ, 1 પોલીસ જવાન ઘાયલ

Hardik Hingu

રાજસ્થાન / દલિત-માનવ અધિકાર સંગઠનોએ સીએમને પત્ર લખીને કરી આ માંગણી

Hardik Hingu
GSTV