GSTV

દમદાર મહિલા/ નહેરૂ-ગાંધી પરિવારની 4 પેઢી પર ભારે પડ્યા સોનિયા ગાંધીના 21 વર્ષ, બધા મળીને પણ ન રહી શક્યા આટલા વર્ષ અધ્યક્ષ

Last Updated on October 22, 2021 by Pravin Makwana

કોંગ્રેસ હાલ ભલે સંકટમાંથી પસાર થઈ રહી હોય, પણ આ તમામની વચ્ચે વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ તરીકે પોતાનો રેકોર્ડ બનાવ્યો છે. સોનિયા ગાંધી લગભગ 21 વર્ષ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે. જે ગાંધી-નહેરૂ પરિવારના અન્ય સભ્યોના કાર્યકાળને જોડો તો, પણ તેનાથી વધારે થશે. જવાહર લાલ નહેરૂ, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી મળીને લગભગ 21 વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા. આવી રીતે સોનિયા ગાંધી કોંગ્રેસના સૌથી વધારે લાંબા સમય સુધી અધ્યક્ષ રહેનારા એક માત્ર નેતા બની ગયા છે. જો કે, એક વર્ષથી તેઓ પાર્ટીના વચ્ચગાળાના અધ્યક્ષ તરીકે કામકાજ સંભાળી રહ્યા છે.

લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી તરફથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી હતી. 2014ની સામાન્ય ચૂંટણી બાદ 2019માં પણ માત ખાનારી કોંગ્રેસ આંતરિક વિવાદોથી ઘેરાયેલી છે. હાર બાદ તાત્કાલિક સોનિયા ગાંધીએ વચ્ચગાળાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વિકારી હતી અને આગામી એક વર્ષ સુધી તે આ પદ પર રહેનારા છે. આપને જણાવી દઈએ કે, હાલમાં જ થયેલા કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં નવા અધ્યક્ષ ચૂંટવાનો નિર્ણય લેવાનો છે અને ત્યાં સુધી સોનિયા ગાંધી આ જવાબદારી સંભાળશે.

નહેરૂ 8 વર્ષ, ઈંદિરા 7 વર્ષ પાર્ટીના અધ્યક્ષ રહ્યા

ભારતની આઝાદીથી પહેલા અને ત્યાર બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા જવાહરલાલ નહેરૂ પહેલી વાર 1929માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ત્યાર બાદ 1930માં પણ તેઓ પ્રેસિડેંટ રહ્યા અને પછી 1936-37 ને 1951થી 1954 દરમિયાન પણ પાર્ટીના અધ્યક્ષ રહ્યા. આમ આવી રીતે તેઓ પાર્ટીના લગભગ 8 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા હા. તેમની દિકરી અને પૂર્વ પીએમ ઈંદિરા ગાંધીની વાત કરીએ તો, તેમણે પહેલી વાર 1959માં પાર્ટી અધ્યક્ષ બનવાનો મોકો મળ્યો. ત્યાર બાદ તે ફરી 1978થી 1984 સુધી પાર્ટી પ્રમુખ રહ્યા હતા. આવી રીતે તેમણે પણ કોંગ્રેસ પાર્ટીની કમાન કુલ 7 વર્ષ સુધી સંભાળી હતી.

1998થી 2017 સુધી સોનિયા ગાંધીએ જવાબદારી સંભાળી

તેમના દિકરા રાજીવ ગાંધી પણ 1985માં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને એક આતંકી હુમલામાં 6 વર્ષ બાદ તેમનું મોત થઈ ગયું. ત્યાર બાદ નરસિમ્હા રાવ અને સીતારામ કેસરી જેવા નેતાઓના હાથમાં પાર્ટીની કમાન આવી હતી. ત્યારે સોનિયા ગાંધી નેતૃત્વથી અચકાઈ રહ્યા હતા. પણ કોંગ્રેસીઓની માગ પર માર્ચ 1998માં પદભાર સંભાળ્યો. ત્યાર બાદ કોંગ્રેસમાં સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહ્યા અને 2017માં રાહુલ ગાંધીની તાજપોશી થઈ. પણ તેઓ બે વર્ષ જ અધ્યક્ષ રહ્યા અને 2019માં પાર્ટીની ભૂંડી હાર બાદ પદ છોડી દીધું. તેના પર સોનિયા ગાંધી ફરી એક વાર હોટ સીટ પર પાછા આવવું પડ્યું.

READ ALSO

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!