GSTV

સોનિયા ગાંધીએ અમિત શાહનું રાજીનામુ માગી મોદી સરકારને પૂછ્યા 5 સવાલ

Last Updated on February 27, 2020 by

દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 3 દિવસથી ફેલાયેલી હિંસા અટકવાનું નામ લઇ લેતાં સોનિયા ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહની ઝાટકણી કાઢી છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સોનિયા ગાંધીએ દિલ્હીમાં ફેલાયેલી હિંસા માટે સીધા અમિત શાહને જવાબદાર ઠેરવ્યા છે. આ સાથે એમનું રાજીનામુ પણ માગ્યું છે. આ સમયે સોનિયા ગાંધીએ દિલ્હી હિંસા પર મોદી સરકારને 5 સવાલ પૂછ્યા છે.

  • રવિવારે દેશના ગૃહમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યાં હતા.
  • રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યાં હતા
  • દિલ્હીની ચૂંટણી બાદ ઇન્ટલિજન્સ એજન્સીએ શું ઇનપુટ આપ્યા
  • રવિવારે રાતે કેટલી પોલીસ ફોર્સ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં બંદોબસ્તમાં મૂકાઈ,જ્યારે એ સ્પષ્ટ હતું કે હિંસા વધુ ફેલાવાની છે.
  • દિલ્હીમાં હાલત બેકાબૂ બની ગઈ પોલીસના કંટ્રોલથી બહાર સ્થિતિ ગઈ હોવા છતાં વધુ સુરક્ષાદળો કેમ તૈનાત ન કરાયા

શાંતિ સ્થાપિત કરવા માટે પણ સોનિયાએ મોદી સરકારને આપી આ સલાહ

  • દરેક મહોલ્લામાં શાંતિ કમિટી બનાવાય
  • સીનિયર સિવિલ અધિકારીને દરેક જિલ્લામાં નિમણુંક કરાય
  • દિલ્હીના સીએમે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ
  • કોંગ્રેસ પાર્ટી લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી રહી છે.

દિલ્હીની હાલત ચિંતાજનક

બેઠક બાદ સોનિયા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે દિલ્હીની હાલત ચિંતાજનક છે. એક ષડયંત્રના ભાગરૂપે બીજેપી નેતાઓ ભડકાઉ ભાષણ કરી રહ્યાં છે. ચૂંટણી સમયે પણ નફરત ફેલાવાઇ છે. દિલ્હીની હાલની હાલાત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જવાબદાર છે. ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.

ગૃહમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યાં હતા ?

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સવાલો કર્યા છે કે રવિવારે ગૃહમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યાં હતા. હિંસાવાળા વિસ્તારમાં કેટલી પોલીસ તૈનાત કરાઈ હતી. બગડેલા માહોલ બાદ પણ સેનાને હિંસાગ્રસ્ત એરિયા કેમ સોંપાતો નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં શું કરી રહ્યાં છે.

ચિદમ્બરમનો દિલ્હી પોલીસ સામે આક્રોશ

બેઠક પહેલાં કોંગ્રેસ નેતા પી ચીદમ્બરમે દિલ્હી પોલીસ પર આક્રોશ ઠાલવ્યો છે. ચીદમ્બરે ટ્વીટ કર્યું છે કે ગૃહમંત્રી હોય કે ગૃહમંત્રાલય, સરકારની ફરજ છે કે હિંસાને રોકે, હિંસા સોમવારથી ચાલું છે અને આજે પણ કેટલીક ઘટનાઓ ઘટી છે. આ દિલ્હી પોલીસની નિષ્ફળતા દેખાડે છે.

અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત

ઉત્તર પૂર્વ દિલ્હીમાં સીએએ અને એનઆરસીને લઇને ભડકેલી હિંસા બંધ થવાનું નામ લઇ રહી નથી. હિંસા વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા શૂટ એટ સાઇટના ઓર્ડર આપવામાં આવ્યા છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ હિંસક અથડામણો થઇ. જેમાં કુલ 20 લોકોના મોત નિપજ્યા છે.. ઘણા વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપીની ઘટના બની. બુધવારે સવારે પણ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં હિંસક પ્રદર્શન થયું હતું. અહીં અમુક ઉપદ્રવીઓએ એક દુકાનને આગ લગાવીને ભાગી ગયા હતા. ત્યારે દિલ્હીમાં હિંસા પર કાબુ મેળવવા માટે ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે.

Related posts

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!