GSTV

અમે હજી અંધારામાં…સર્વદળીય બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકારને કર્યા ધારદાર સવાલ

સોનિયા

Last Updated on June 20, 2020 by Bansari

ભારત અને ચીનનાં જવાનો વચ્ચે પુર્વી લદાખની ગાલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ ઊભી થયેલી પરિસ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.આ દરમિયાન કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ 20 ભારતીય જવાનોની શહીદી બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં દેશના સુરક્ષા દળો પ્રત્યે એકજૂટતા રજૂ કરી હતી.

સોનિયાએ સરકાર પર ઉઠાવ્યા સવાલ

બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આકરુ વલણ અપનાવતા સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે સરકાર આ આશ્વાસન આપે કે એલએસી પર પરિસ્થિતિ પૂર્વવત થાય અને ચીની સૈનિકો પોતાની જૂની જગ્યાએ પરત ફરે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે સરકાર આ સમગ્ર મામલે વિરોધ પક્ષો અને જનતાને વિશ્વાસમાં લે તથા સ્થિતિ અંગે નિયમિત રીતે માહિતી આપતી રહે.સોનિયા ગાંધીએ શહીદ જવાનોને નમન અને ઈજાગ્રસ્ત જવાનો ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. જોકે, તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ચીની સૈનિકોની ઘૂસણખોરી ક્યારે થઈ હતી અને તેમાં કોઈ ઈન્ટેલિજન્સ ફેલ્યોર છે?

તેમણે કહ્યું હતું કે આ બેઠક તે સમયે જ બોલાવવી જોઈતી હતી જ્યારે સરકાર પાસે કથિત રીતે આની જાણકારી આવી હતી કે ચીની સૈનિકોએ પાંચમી મેએ ઘૂસણખોરી કરી હતી. હંમેશની જેમ દેશ મજબૂત રીતે એકજૂટ ઊભો રહેતો અને દેશની અખંડતાની રક્ષા કરવામાં સરકારનો સહયોગ કરતો.

સોનિયાનો સવાલ, ચીની સૈનિકોએ ક્યારે ઘૂસણખોરી કરી?

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે આજની સ્થિતિમાં પણ અમે આ સંકટના મહત્વના પાસા અંગે અજાણ છીએ. તેવામાં અમે સરકારને સવાલ કરવા ઈચ્છીએ છીએ કે કઈ તારીખે ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી? સરકારને આ અંગે જાણકારી ક્યારે મળી? શું આ પાંચ મેના રોજ થયું હતું જેવું મીડિયા રિપોર્ટમાં હતું કે તેના પહેલા થયું હતું?

તેમણે તે પણ સવાલ કર્યો હતો કે શું સરકારને આપણી સરહદોની ઉપગ્રહમાંથી લેવામાં આવતી તસવીરો નિયમિત રીતે મળતી નથી? શું આપણી બાહ્ય ગુપ્તચર એજન્સીઓએ એલએસી પર કોઈ અસામાન્ય ગતિવિધિ અને મોટા પાયા પર સૈનિકો હોવા અંગે રિપોર્ટ ન હતો આપ્યો? શું સરકાર મુજબ ગુપ્તચર નિષ્ફળતા હતી?

તેમણે કહ્યું છે કે કોંગ્રેસ પક્ષનું માનવું છે કે પાંચ મેથી લઈને છ જૂન સુધી કોર કમાન્ડર સ્તરની બેઠક થવાના વચ્ચે કિંમતી સમય વેડફી દીધો. છ જૂનની બેઠક બાદ પણ સીધા ચીનના નેતૃત્વ સાથે રાજકિય અને કૂટનીતિક સ્તરે વાતચીતનો પ્રયાસ થવો જોઈતો હતો.સોનિયા ગાંધીએ આગ્રહ કર્યો છે કે અમે તે પણ ઈચ્છીએ છીએ કે કોઈ પણ ખતરાનો સામનો કરવા માટે આપણા સુરક્ષા દળોની તૈયારી અંગે માહિતી આપવામાં આવે.

તેમણે કહ્યું છે કે કોંગ્રેસ અને તમામ વિપક્ષો આપણા સુરક્ષા દળો સાથે ઊભો છે અને તેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે કોઈ પણ ત્યાગ કરવા માટે તૈયાર છે. સમગ્ર દેશ આશા રાખે છે કે સરકાર વિરોધ પક્ષ અને સમગ્ર દેશને વિશ્વાસમાં લેશે અને અમને નિયમિત રીતે સ્થિતિ અંગે માહિતી આપતી રહેશે.

Read Also

Related posts

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!