GSTV
Home » News » સોનિયા ગાંધીના કદાવર નેતાઓને જઈ રહ્યાં છે ફોન, ‘શું તમે આ તારીખોમાં દિલ્હીમાં છો!’

સોનિયા ગાંધીના કદાવર નેતાઓને જઈ રહ્યાં છે ફોન, ‘શું તમે આ તારીખોમાં દિલ્હીમાં છો!’

લોકસભા ચૂંટણીમાં હવે છેલ્લા તબક્કાનું મતદાન બાકી રહ્યું છે. જે 18 મેએ યોજાશે. ત્યારે આ પહેલા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષી દળોને એકજૂટ કરવામાં લાગ્યા છે. સોનિયા ગાંધીએ વિપક્ષી દળોના પ્રમુખો નેતાઓને ફોન કરીને કહ્યું કે 22, 23 અને 24 મેએ શું તમે દિલ્હીમાં રહેશો?

તેનો મતલબ સ્પષ્ટ છે કે પરિણામો પહેલા જ સોનિયા ગાંધીએ વિપક્ષના નેતાઓની બેઠક માટે ખુદ જવાબદારી લઈને કવાયત તેજ કરી છે. કોંગ્રેસ વિપક્ષી દળોની બેઠક બોલાવે છે એવામાં એ સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ છે કે ભલે તમામ લોક પ્રી-પોલ ગઠજોડનો હિસ્સો ન હોય પરંતુ પીએમ મોદી વિરુદ્ધ લડવા એકજૂટ છે.

એક સંદેશ એ પણ હશે કે તેમના ગઠબંધનને ધ્યાનમાં રાખવામાં આવે અને કોઈ એક પક્ષને બદલે ગઠબંધનની સરકાર બનાવવા સૌને આમંત્રણ મળવું જોઈએ. 23મેએ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. જો ચૂંટણીમાં કોઈપણ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમત નહીં મશે તો દેશનું રાજકીય સમીકરણ ચારેય દિશામાં બદલાઈ જશે. માટે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએની અધ્યક્ષ સોનિયા ગાંધી સક્રિય થયા છે.

READ ALSO

Related posts

ઈન્ફોસિસના 60 કરોડપતિ એક્ઝિક્યુટિવ્સ,વર્ષે અધધધ આટલા રૂપિયાનો પગાર!

Path Shah

બર્ગરમાં હતા કાચના ટૂકડા, પછી થયું એવું કે…..

Path Shah

અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવે એકબીજાને કહ્યું કે…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!