GSTV

એક વર્ષ પૂર્ણ/ જવાનોની શહાદતને યાદ કરીને સોનિયાએ મોદી સરકાર પર માર્યા ચાબખા, હજુ પણ નથી થયું સ્પષ્ટીકરણ

Last Updated on June 15, 2021 by Pritesh Mehta

ગલવાન ઘાટીમાં ગયા વર્ષે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપને એક વર્ષ પુરુ થયું છે. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ધૈર્યપૂર્વક એ વાતની રાહ જોવામાં આવી કે કેન્દ્ર સરકાર આગળ આવે અને ગલવાન ઘાટીમાં થયેલી હિંસાની જાણકારી આપે. સરકાર પાસે આશા હતી કે દેશના લોકોને જણાવવામાં આવે કે કેવી સ્થિતિ વચ્ચે આ ઘટના બની કે જેના કારણે આવી અભૂતપૂર્વ ઘટના બની.

કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેમાં કહ્યું કે એ વાત પણ સુનિશ્ચિત કરવી જોઇએ કે સૈનિકોએ જે બલિદાન આપ્યું છે તે વ્યર્થ ના જાય. તેમણે કહ્યું કે કોંગ્રેસને હજુ પણ એ વાતની ચિંતા છે કે કેન્દ્ર તરફથી હજુ પણ આ મુદ્દે સ્થિતિ સાફ નથી. આ સ્થિતિ પર વડાપ્રધાનનું છેલ્લું નિવેદન ગયા વર્ષે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે કોઇ ઘુસણખોરી થઇ નથી. અમે વડાપ્રધાનના નિવેદનના સંદર્ભમાં અનેક વખત જાણકારી માંગી. સાથે જ એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને બહાલ કરવાની દિશામાં લીધેલા પગલાનો રિપોર્ટ પણ માંગ્યો. ચીન સાથે સેનાની પાછા હટવા માટે જે સમજૂતી કરવામાં આવી છે તે અત્યાર સુધી ભારત માટે પુરી રીતે નુકસાનકારક છે.

સોનિયા

સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે સરકાર દેશને વિશ્વાસમાં લે અને સુનિશ્ચિત કરે કે તેમના નિર્ણયો આપણી સરહદોની રક્ષા કરી રહેલા જવાનોની પ્રતિબદ્ધતાને અનુકૂળ છે. સોનિયા ગાંધીએ કહ્યું કે 14-15 જૂન 2020ની રાત્રે ચીનની પીએલએ સાથે થયેલી ઝડપને એક વર્ષ પુરુ થયું છે. જેમાં બિહાર રેજિમેંટના આપણા 20 જવાન શહીદ થયા છે. કોંગ્રેસ આપણા જવાનોના બલિદાનોને યાદ કરવામાં દેશ સાથે ઉભી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પહેલો સગો પાડોશી: મુશ્કેલીના સમયમાં ભારતે કરી મદદ, 200 ટન ઓક્સિજન ભરેલી આખી ટ્રેન બાંગ્લાદેશ મોકલાવી

Pravin Makwana

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!