GSTV

સોનિયા ગાંધીએ દિલ્હી છોડ્યું, તબીબોએ શહેર છોડવાની સલાહ આપતાં આ શહેરમાં પહોંચ્યા

છાતીમાં ઇન્ફેકશન થતાં ડોક્ટરોએ વધુ પ્રદૂષણ ધરાવતા દિલ્હીથી દૂર રહેવાની સલાહ આપતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આજે ગોવા પહોંચી ગયા છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની સાથે તેમના પુત્ર રાહુલ ગાંધી પણ ગોવા ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે બંને ગોવા માટે રવાના થયા હતાં અને દિલ્હીમાં પ્રદૂષણ ઘટશે નહીં ત્યાં સુધી તેઓ ગોવામાં જ રોકાશે.

૭૩ વર્ષીય સોનિયા ગાંધીને ઓગસ્ટમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી

૭૩ વર્ષીય સોનિયા ગાંધીને ઓગસ્ટમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ત્યારબાદથી છાતીમાં ઇન્ફેકશનની તેમની દવા ચાલી રહી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર દવાઓ લેવા છતાં દિલ્હીના પ્રદૂષણને કારણે તેમની તકલીફ ઓછી ન થતાં તેમને દિલ્હીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

દક્ષિણ ગોવામાં આવેલા દાબોલીમ એરપોર્ટ પહોંચ્યા હતાં

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આજે બપોરે ૨.૫૦ વાગ્યે સોનિયા અને રાહુલ ગાંધી પ્રાઇવેટ ફલાઇટ દ્વારા દક્ષિણ ગોવામાં આવેલા દાબોલીમ એરપોર્ટ પહોંચ્યા હતાં. આ દરમિયાન ગોવા કોંગ્રેસના જણાવ્યા અનુસાર ગાંધી પરિવારની આ ખાનગી યાત્રા હોવાથી આ સમયગાળા દરમિયાન કોઇ રાજકીય બેઠકો યોજાશે નહીં. તેઓ ગોવામાં કેટલા દિવસ રોકાશે તે નક્કી નથી.

દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખને ૩૦ જુલાઇના રોજ દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ૧૨ સપ્ટેમ્બરના રોજ નિયમિત ચેકઅપ માટે તેઓ વિદેશ ગયા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં સોનિયા ગાંધીએ અનેક વખત ગોવાની મુલાકાત લીધી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સરકાર વાતચીત કરવા માગે તો તેની શરત ન હોવી જાેઈએ, જગતનો તાત અત્યંત આક્રમક મૂડમાં

pratik shah

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

ટ્રંપને મોટો ઝટકો : અમેરિકી કોર્ટે પેન્સિલવેનિયાની ચૂંટણીમાં ગરબડની અરજી ફગાવી, વકીલોની પણ ઝાટકણી કાઢી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!