GSTV

સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી સૂચનો આપ્યા, જો અમલ થશે તો કરોડો રૂપિયાની થશે બચત

ભારતમાં કોરોનાની બીમારી સામેની લડાઈમાં સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને કેટલાક સૂચનો આપ્યા છે. જેના પર અમલ કરવાની પણ તેમણે અપીલ કરી છે. સોનિયા ગાંધીએ સાંસદોની સેલેરીમાં 30 ટકાનો કાપ મુકવાના નિર્ણયનુ સમર્થન પણ કર્યુ છે.

બે વર્ષ માટે જાહેરાતો પર રોક લગાવવામાં આવે

સોનિયા ગાંધીએ આ પત્રમાં લખ્યુ છે કે, સરકારે તમામ પ્રકારના પ્રસાર માધ્યમોને અપાતી જાહેરખબરો પર બે વર્ષ માટે રોક લગાવવી જોઈએ. જેનાથી 1250 કરોડની બચત થશે. જેનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં કરવો જોઈએ. સરકારી બાંધકામો માટે ફાળવાયેલા 20 હજાર 000 કરોડ રુપિયા રોકી દેવા જોઈએ.

સંસદની નવી ઈમારત બનાવવાની કામગીરી પર રોક લાગે

સંસદની નવી ઈમારત બનાવવાની જગ્યાએ હાલની જ ઈમારતથી કામ ચાલી શકે છે.આ રકમનો ઉપયોગ મેડિકલ સુવિધાઓ માટે થઈ શકે છે. સાંસદોના પગાર પેન્શનમાં જે પણ કાપ મુકાયો છે, તે રકમ મજૂરો, ખેડૂતો અને નાના વેપારીઓને આર્થિક મદદ માટે આપવી જોઈએ. તમામ રાજ્યોના મંત્રીઓ તેમજ અધિકારીઓની વિદેશ યાત્રા રોકીને 393 કરોડ રુપિયા બચાવી શકાય છે.

ફંડને ભેગુ કરવામાં આવે

પીએમ કેરમાં જે પણ રાહત ભંડોળ આવ્યુ છે, તેને પીએમ રાહત કોષમાં ટ્રાન્સફર કરાવી જોઈએ. હાલમાં પીએમ રિલિફ ફંડમાં 3800 કરોડ રુપિયા પડેલા છે. બંને ફંડની રકમનો ઉપયોગ થઈ શકે છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!