GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર અડગ, તેમના નિવાસ સ્થાન બહાર કોંગ્રેસ કાર્યકરોનો જમાવડો

લોકસભામાં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવા મન બનાવી લીધું છે. કોંગ્રેસના સાંસદો, વરિષ્ઠ નેતાઓની સમજાવટ છતાં તેઓ અધ્યક્ષ પદે હવે નહીં રહેવા નિર્ણય પર અડગ રહ્યા છે. ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકરોનો રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર જમાવડો થયો અને તેમને અધ્યક્ષ પદે ચાલુ રહેવા નારેબાજી કરી.

સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(યૂપીએ)ના અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક થઇ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યાં. બેઠકમાં કોંગ્રેસના 51 સાંસદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામુ પરત લેવા માટે મનાવી ન શક્યા. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને કહ્યું કે તે હવે કોંગ્રેસ અધ્યક્ષ નહી રહે.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અને મનીષ તિવારીએ રાહુલને અધ્યક્ષ પદે યથાવત રહેવાના પક્ષમાં તર્ક આપ્યો કે હાર ફક્ત તમારી જવાબદારી નથી પરંતુ સામૂહિક જવાબદારી છે. તેમ છતાં હારની નૈતિક જવાબદારી પોતાની માનતા અધ્યક્ષ પદે ન રહેવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં તમામ 51 સાંસદોએ અપીલ કરી પરંતુ રાહુલે તેમની વાત માનવાથી ઇનકાર કર્યો.

જણાવી દઇએ કે લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવા પર અડગ છે. અગાઉ કોંગ્રેસની બેઠકમાં તેઓ રાજીનામાની વાત કરી ચુક્યાં છે. કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં પણ રાહુલે પદ છોડવાની વાત કરી હતી. જેને કાર્યસમિતિએ નકારી કાઢી હતી. આ બેઠકમાં પણ રાહુલ પોતાની વાત પર અડગ હતાં પછીથી કોંગ્રેસ નેતાઓએ રાહુલને કહ્યું કે, મારો કોઇ વિકલ્પ નથી.

કાર્યસમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને કહ્યું કે આવી મુશ્કેલીના સમયે પાર્ટીને તેમના માર્ગદર્શનની જરૂરિયાત છે પરિણામે તે પાર્ટી અધ્યક્ષ પદ પર રહે. આ બેઠકમાં રાહુલે જણાવ્યું હતું કે તેમના સ્થાને પ્રિયંકા ગાંધીના નામનો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં ન આવે. સાથે જ  કોઇ બિન કોંગ્રેસીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે. પરંતુ કાર્ય સમિતિએ રાહુલની વાત ન સ્વીકારી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા જણાવ્યું કે, રાહુલ ગાંધીને હવે તે અધિકાર આપવામાં આવ્યો છે કે તે પાર્ટીમાં પોતાની રીતે સંગઠનાત્મક બદલાવ કરી શકે છે.

Read Also

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!