યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનો આજે 72મો જન્મદિવસ છે. આ અવસરે કોંગ્રેસ નેતાઓ અને તેમના હિતેચ્છુઓએ તેમને તેમની જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને સોનિયાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે અને તેમની લાંબી ઉંમરની કામના કરી છે. સોનિયા ગાંધીનો જન્મ 1946માં ઇટલીમાં થયો હતો. તે 1998થી કોંગ્રેસની કમાન સંભાળી રહ્યાં છે. સોનિયાના જન્મદિવસે જુઓ તેમની કેટલીંક વિશેષ તસવીરો.

આ તસવીરમાં પતિ રાજીવ ગાંધી સાથે અંગત પળો માણતી સોનિયા જોવા મળી રહી છે. સોનિયા અને રાજીવ વર્ષ 1968માં લગ્નનાં બંધનમાં બંધાયા હતાં.

આ તસવીરમાં સોનિયા ગાંધી લગ્ન બાદ પતિ રાજીવ ગાંધી અને સાસુ ઇંદિરા ગાંદી સાથે કેક કાપતી જોવા મળી રહ્યાં છે.

આ તસવીરમાં સોનિયા ગાંધી પોતાના સમગ્ર પરિવાર સાથે જોવા મળી રહી છે.

સોનિયા ગાંધીને પોતાની સાસુ સોનિયા ગાંધી સાથે સારો તાલમેલ હતો. કદાચ રાજકારણના ગુણ તેમણે ઇન્દીરા ગાંધી પાસેથી શીખ્યા હશે.

આ તસવીરમાં પુત્રી પ્રિયંકા અને પુત્ર રાહુલને સંભાળતી સોનિયા જોવા મળી રહી છે. સોનિયા સાથે ઇંદિરા ગાંધી પણ જોવા મળી રહ્યાં છે.

ભારતના રંગમાં રંગાઇને સોનિયા સંપૂર્ણપણે ભારતીય બની ગઇ છે, તે વાતનો પુરાવો આ તસવીર છે.

મિસ વર્લ્ડ એશ્વર્યા રાય સાથે સોનિયા ગાંધીની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર.

રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા બાદ સોનિયા તેમની સાથે જ્યા પણ જતી હતી ત્યારે તે ભારતીય વસ્ત્રો જ પહેરતી હતી. એમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રિગન સાથેની તેમની મુલાકાત સમયની આ તસવીરે છે. આ પ્રસંગે પણ તેમણે ભારતીય વસ્ત્રો પહેરવાનું પસંદ કર્યું હતું.

પતિ રાજીવ ગાંદીના મૃત્યુ બાદ સોનિયાએ 1998થી કોંગ્રેસનુ અધ્ચક્ષ પદ સંભાળ્યું હતું. હવે આ પદ પર તેમના સુપુત્ર રાહુલ ગાંધી બિરાજમાન છે.
Read Also