GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો પ્રજાને લૂંટવાનો મોદી સરકારનો નવો કીમિયો : સોનિયા ગાંધીનો વાર

લોકડાઉન પછી 22 વખત ઇંધણના ભાવ વધારવા બદલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર પ્રજાને લૂટી રહી છે. તેમણે તાત્કાલિક ભાવવધારો પરત લેવાની માગ કરી છે.સોનિયા ગાંધીએ આરોપ મૂક્યો હતો કે સરકાર પ્રજાને લૂટીને નફો રળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારની ફરજ છે કે તે મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરે અને તેમના પરસેવાના નાણામાંથી નફો ન કમાવે. 

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિરૂદ્ધ કોંગ્રેસે શરૂ કરેલા અભિયાનમાં ભાગ લેતા  સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે પેટ્રોલ અને ડીઝલમા સતત વધી રહેલા ભાવવધારાથી પ્રજાનું જીવન વધુ મુશ્કેલ બની ગયું છે. 

સોશિયલ મીડિયા પર શરૂ કરાયુ અભિયાન

સોશિયલ મીડિયામાં શરૂ કરવામાં આવેલા અભિયાનમાં પક્ષના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતાં. સરકાર આ ભાવવધારો પરત ખેંચે તે માટે તેમણે લોકોને પણ આ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી હતી. સોનિયા ગાંધીએ ચાલુ વર્ષે માર્ચથી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલ પર વધારવામાં આવેલી એકસાઇઝ ડયુટી પણ પરત લઇ તેનો લાભ દેશના લોકોને આપવાની માગ કરી છે. 

કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે 2014થી સરકારે ક્રૂડના ઘટેલા ભાવનો લાભ દેશનો લાભ આપવાને બદલે સરકારે 12 વખત એક્સાઇઝ ડયુટી વધારી 18 લાખ કરોડ રૂપિયાની વધારાની આવક મેળવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે લોકડાઉન પછી સરકારે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો કરી 1.3 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.  આજે ડીઝલમાં 13 પૈસા અને પેટ્રોલમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

આજે સાથે જ છેલ્લા ત્રણ સપ્તાહમાં ડીઝલના ભાવમાં 22 વખત વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ડીઝલના ભાવમાં કુલ 11.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલના ભાવમાં કુલ 9.17 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 80.38 રૂપિયાથી વધીને 80.43 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલનો ભાવ 80.48 રૂપિયાથી વધીને 80.53 રૂપિયા થયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 87.14 રૂપિયાથી વધીને 87.19 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 78.71 રૂપિયાથી વધીને 78.83 રૂપિયા થયો છે.

Read Also

Related posts

વહીવટી તંત્ર એક્શનમાં: શહેરમાં પાનનાં 376 ગલ્લાઓ કરાયા સીલ, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નિકળેલા 1.72 લાખ લોકો દંડાયા

pratik shah

કોરોના મામલે આવી મોટી ખુશખબર, ભારતમાં વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ

Mansi Patel

અનેક દેશ ખોટી દિશામાં વધી રહ્યાં છે આગળ, કોરોનામાં નિષ્ફળ ગયા તો મોતના આંકનું વાવાઝોડું આવશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!