GSTV
Home » News » સોનિયા ગાંધી આ કોંગ્રેસના નેતા પર થયા જોરદાર નારાજ, આખરે નેતાએ આ ખુલાસો કરવો પડ્યો

સોનિયા ગાંધી આ કોંગ્રેસના નેતા પર થયા જોરદાર નારાજ, આખરે નેતાએ આ ખુલાસો કરવો પડ્યો

કોંગ્રેસના સંકટમોચક નેતાઓમાં સામેલ વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીથી પક્ષના હાઈકમાન્ડ નારાજ છે. આ નારાજગીનું કારણ સિંઘવીની એક ટ્વીટ છે, જેમાં તેમણે ભાજપના નાયકોમાં સામેલ વિનાયક દામોદર સાવરકરની પ્રશંસા કરી હતી.મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન થઈ રહ્યું હતું તેવા સમયે સિંઘવીએ આ ટ્વીટ કરી હતી. આ ટ્વીટના ટાઈમિંગ અને તેના સાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સિંઘવીથી નારાજ છે. તેમણે તેમના એક વિશ્વાસુને સિંઘવીને ફોન કરવા અને ટ્વીટનો ખુલાસો કરવા કહ્યું હતું.

સિંઘવીની ટ્વીટથી કોંગ્રેસ મોરચામાં વ્યાકુળતા

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા તેમજ 18 રાજ્યોમાં 51 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું તેવા સમયે અભિષેક મનુ સિંઘવીની આ ટ્વીટ અનેક સંદેશ લઈને આવી અને કોંગ્રેસ મોરચામાં વ્યાકુળતા પેદા કરી ગઈ.

સાંજ થતા જ એક્ઝિટ પોલે બંને રાજ્યોમાં બમ્પર બહુમતીથી ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો તો કોંગ્રેસ કેમ્પમાં આ ટ્વીટની ચર્ચાએ જોર પક્ડયું.

સાવરકર દલિત અધિકારીઓ માટે લડાઈ લડયા અને દેશ માટે જેલ પણ ગયા

કોંગ્રેસ નેતા સિંઘવીએ ટ્વીટમાં સાવરકરની પ્રશંસા કરી હતી અને લખ્યું હતું, ‘હું વ્યક્તિગતરૂપે સાવરકરની વિચારધારાનું સમર્થન નથી કરતો, પરંતુ એ હકીકત પણ નકારતો નથી કે તે એક પરિપૂર્ણ વ્યક્તિ હતા, જેમણે આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો. સાવરકર દલિત અધિકારીઓ માટે લડાઈ લડયા અને દેશ માટે જેલ પણ ગયા.’

દબાણ વધતાં કરવો પડ્યો ખુલાસો

સાંજ થતા જ સિંઘવી પર દબાણ વધ્યું અને ટીવી ચેનલો પર જઈને તેમણે ખુલાસો કરવો પડયો કે છેવટે સાવરકરને પરિપૂર્ણ કહેવાનો તેમનો અર્થ શું હતો. જોકે, આ બાબતને સિંઘવી તરફથી ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવી. 

પક્ષના સૂત્રો મુજબ સિંઘવીને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનો ફોન ગયો હતો અને તેમને ટ્વીટ અને તેના ટાઈમિંગ અંગે સવાલ કરાયા હતા. રિપોર્ટ મુજબ સિંઘવીના આ કોલ સોનિયા ગાંધીના કહેવા પર કરાયો હતો. તેઓ સિંઘવીના ટ્વીટથી નારાજ જણાતા હતા.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે એનસીપી-કોંગ્રેસ વચ્ચે બની સહમતી, શુક્રવારે આ અંગે શિવસેના સાથે બેઠક કરાશે

Mansi Patel

પતિની આ ગંદી આદતે ફોર્ટિસની ડોક્ટર સોનમની છીનવી લીધી જીંદગી, એક વર્ષમાં થયુ બધુ જ બર્બાદ

Kaushik Bavishi

કેટલું પેટ્રોલ ગયુ ટાંકીમાં, મોબાઈલ પર આવશે નોટિફિકેશન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!